________________
સ્તુતિ - પ્રશંસા કરવી, સદ્ગુણો અને ઉપકાર યાદ કરી ગુણગાન કરવા.
સ્ત્રીવેદ નોકષાય - પુરુષને ભોગવવાની ઇચ્છા થાય, પુરુષ સાથે સંયોગ કરવાનું મન થાય, તે ભાવ સાકાર થાય તે સર્વ સ્ત્રીવેદના ઉદયમાં આવે.
સ્થવીરકલ્પી મુનિજીવનમાં અન્ય સાથે વિચરે તેવા આરાધક જીવો, સ્થવીરકલ્પી કહેવાય છે.
સાધુઓ તેથી તે
સ્થાવ૨(કાય) - સ્થાવર એટલે સ્થિર. જે જીવ પોતાની ઇચ્છાથી સ્થળાંતર ન કરી શકે તે સ્થાવર. જેની કાયા સ્થિરતાવાળી હોય તે સ્થાવરકાય. પાંચ પ્રકારના એકેંદ્રિય જીવો પોતાની કાયા જાતે હલાવી શકતા નથી તેથી તે સ્થાવરકાય કહેવાય છે.
સ્થિતપ્રજ્ઞતા મનુષ્ય મનમાં રહેલી સર્વ વાસનાઓને છોડી દે, અને અંતરાત્મામાં જ સંતુષ્ટ રહી આત્મસ્થિરતા રાખે તે દશા તે સ્થિતપ્રજ્ઞતા.
-
સ્થિતિકરણ - આ સમિતિનું છઠ્ઠું અંગ(ગુણ)
છે. સ્થિતિકરણ એટલે માર્ગથી ચલિત થયેલા જીવને માર્ગમાં ફરીથી સ્થિર કરે.
સ્થિતિકાંડઘાતાદિક - જીવે જેટલી સ્થિતિનું કર્મ બાંધ્યું હોય તે સ્થિતિને યોગ્ય પુરુષાર્થ કરી ઘટાડવી તે સ્થિતિકાંડઘાત.
સ્થિતિઘાત - જેટલા કાળનું કર્મ બાંધ્યું હોય તે કાળની સ્થિતિ પુરુષાર્થ કરી ઘટાડવી તે સ્થિતિઘાત.
૬૯
પરિશિષ્ટ ૧
સ્થિતિબંધ – સ્થિતિ એટલે બાંધેલું કર્મ કેટલો કાળ ઉદયમાં રહેશે, તે ક્યારે ફળ આપવાનું શરૂ કરશે, અને કેટલા કાળ માટે ફળ આપશે એ સ્થિતિબંધમાં નક્કી થાય છે.
સ્થિરયોગ – મન, વચન તથા કાયાની સ્થિરતા.
સ્પંદન, અરૂપી - સ્પંદન એટલે કંપન. અરૂપી એટલે સૂક્ષ્મ અરૂપી સ્પંદન એટલે આત્માના અતિ અતિ સૂક્ષ્મ ભાવો.
સ્યાદવાદશૈલી – દરેક વસ્તુને વિવિધ અપેક્ષાથી સમજી, વિચારી, પ્રત્યેક અપેક્ષાનો લક્ષ સાચવી વર્તના કરવી. આ અનેકાંતવાદ પણ કહેવાય છે.
સ્વચ્છંદ - પોતાની કલ્પના અને ઇચ્છાનુસાર ગમે તે પ્રકારે, અહીતકારી વર્તન કરવું તે સ્વચ્છંદ છે.
સ્વમતિકલ્પના - જીવની મનની કલ્પના કે ઇચ્છા. સ્વચ્છંદ.
સ્વયંજ્યોતિસ્વરૂપ જ્યોતિ એટલે તેજ, સ્વયંજ્યોતિ એટલે પોતામાંથી પ્રગટતું તેજ, પોતાના તેજનો દેખાવ અર્થાત્ સ્વરૂપ એ જ સ્વયંજ્યોતિસ્વરૂપ.
સ્વયંબુદ્ધ - અન્યની ઓછામાં ઓછી સહાય લઈને આત્મવિકાસ કરનાર.
સ્વરૂપલીનતા સ્વરૂપસ્થિરતા - પોતાનાં સ્વરૂપમાં સ્થિર થવું, એકાગ્ર બનવું.
પોતાનાં મૂળ સ્વરૂપને પ્રાપ્ત
સ્વરૂપસિદ્ધિ કરવું.