________________
શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ
ક્ષય કરી, પૂર્ણ વિશુધ્ધ થઈ સિદ્ધભૂમિમાં ચેતનઘન સ્વરૂપે સ્થિર થયા છે તે સિધ્ધ ભગવાન કહેવાય છે.
સુખ રહેલું છે એવી માન્યતા ને સુખબુદ્ધિ કહેવાય છે.
સિદ્ધભૂમિ - જ્યાં અશરીરી અર્થાત્ સંસાર
પરિભ્રમણથી મુક્ત થઈ નિર્વાણ પામેલા આત્માઓ વસે છે તે ભૂમિને સિદ્ધભૂમિ કહે છે.
સુધારસ - આત્માની શાંત દશામાં દેહમાં ઉત્પન્ન થતો અમૃતરસ. તે આત્મસ્થિરતાનું સાધન ગણાય છે અને કર્મ ક્ષય કરવા ખૂબ સહાયકારી થાય છે.
સિદ્ધિ - આત્માનું પંચાસ્તિકાય પર વિજયત્વ
અને વર્ચસ્વ. પંચાસ્તિકાય ત્યારે જ પરાજય પામે છે જ્યારે આત્મા એનાં પરિણતિ, ચેષ્ટા અને યોગ અધ્યવસાયમાં શૂન્ય અને શુક્લ થાય છે.
સૂક્ષ્મ જીવ - જે એકંદ્રિય જીવોનું શરીર અત્યંત
સૂક્ષ્મ એટલે કે આંખોથી જોઈ ન શકાય તેવું હોય, જે આધાર રહિત લોકાકાશમાં વર્તે છે અને પૃથ્વી, જળ, આદિથી રોકાઈ શકતા નથી તે સૂક્ષ્મ જીવ.
સેવા, પ્રભુની – પોતાનાં મન, વચન, કાયાનું
કર્તાપણું અથવા તાદાભ્યપણું ત્યાગી પ્રભુની આજ્ઞાએ એટલે ઇચ્છાએ વર્તવું.
સિદ્ધિ, પરમાર્થિક - જીવને પરમાત્મા કે સિદ્ધ
પ્રભુ જેવી સિદ્ધિ મળતી જવી; આત્માર્થે થતો વિકાસ. તેમાં જીવ આત્મિક શુદ્ધિના ભાવ થકી અને બળવાન યોગની શક્તિથી કર્મની બળવાન નિર્જરા કરી શકે છે. પણ જ્યારે આજ્ઞાધીનપણું ચૂકે છે ત્યારે બળવાન યોગ થકી ઘણો કર્માશ્રવ પણ કરે છે.
સેવા, ભાવથી – પોતાનાં મન, વચન, કાયાનું કર્તાપણું અથવા તાદાભ્યપણું ત્યાગી પ્રભુ અથવા ગુરુની આજ્ઞાએ એટલે ઇચ્છાએ વર્તવાના ભાવ કરવા.
સિદ્ધિ, સર્વોત્કૃષ્ટ - સર્વોત્કૃષ્ટ સિદ્ધિ કરવામાં
જીવનો ચારિત્રમાં રહેવાનો પુરુષાર્થ આજ્ઞાધીન હોય છે. એના પરિણામે તે આત્મિક શુદ્ધિ સાથે વ્યવહારશુદ્ધિ જાળવી સર્વ અપેક્ષાએ શુદ્ધ થતો જાય છે.
સોપક્રમી આયુષ્ય - જીવ જે આયુષ્ય બાંધીને
આવે છે તે આયુષ્ય અગ્નિ, પાણી, રોગ, વિષ આદિ સાત કારણોથી સ્થિતિ પૂર્ણ થતાં પહેલાં જ પૂરું થતું જણાય તે સોપક્રમી આયુષ્ય - જેને આપણે અકાળે મૃત્યુ કહીએ છીએ.
સુખધામ - સુખને રહેવાનું સ્થળ. (મોક્ષ)
સ્કંધ - જથ્થો.
સુખબુદ્ધિ - સુખબુદ્ધિ એટલે ક્ષણિક પદાર્થોની સત્પરુષ - સાચા ચારિત્રવાન પુરુષ. આત્માની આ
આસક્તિ. આત્મા સિવાયના સર્વ પ્રકારના દશા શુક્લધ્યાનની પંદર મિનિટે પહોંચવાથી પદાર્થો મેળવવામાં તથા ભોગવવામાં આવે છે.
૬૮