________________
સાથ, અરૂપી પ્રભુ તરફથી મળતો સૂક્ષ્મ સથવારો.
સાથ, કેવળીપ્રભુનો - બાહ્યથી કેવળીપ્રભુ તરફથી જીવને મળતો સાથ. અંદરમાં કેવળીગમ્ય પ્રદેશો તરફથી અશુધ્ધ પ્રદેશોને શુદ્ધ થવા મળતો સથવારો. જીવને આઠ સમયની દેહાત્માની ભિન્નતાથી શરૂ કરી પ્રત્યેક પ્રગતિમાં મળતી કેવળીપ્રભુની સહાય.
સાથ, પરમ - ઉત્તમ પ્રકારનો સથવારો.
સાથ, પરોક્ષ – ગુરુ કે સત્પુરુષની અવિદ્યમાનતાના સંજોગમાં તેમનાં વચનો કે કલ્યાણનાં પરમાણુ દ્વારા મળતો સાથ.
સાથ, પ્રત્યક્ષ - ગુરુ કે સત્પુરુષનો તેમની વિદ્યમાનતા સાથેનો સાથ.
વીતરાગ પ્રભુ તરફથી
સાથ, વીતરાગી - નિસ્પૃહભાવે મળતો સાથ.
સાથ, સત્પુરુષનો - સત્પુરુષની દશાએ પહોંચેલા આત્મા તરફથી પ્રત્યક્ષ કે કલ્યાણભાવ દ્વારા મળતો આત્મવિકાસ કરવા માટેનો પરોક્ષ સહકાર.
સાધકતા - સાધના કરવાની વૃત્તિ.
સાધુ સાધ્વીજી - સર્વ જીવનું કલ્યાણ ઇચ્છતા, ગુરુજનોની આજ્ઞાએ ચાલતા મુનિ જનો.
સાધુ સાધ્વી કવચ - સાધુસાધ્વીજીનાં કલ્યાણનાં પરમાણુથી ઉત્પન્ન થતું આજ્ઞાકવચ.
સાધુસાધ્વીપણું સાધુસાધ્વીપણું એટલે આજ્ઞાધીનપણું. એક જીવની અપેક્ષાએ
૬૭
પરિશિષ્ટ ૧
જ્યારે જ્યારે તે જીવે આજ્ઞાધીનપણે સમય ગાળ્યો હોય તે સર્વ સમય માટે તેણે વર્તમાનમાં સાધુસાધ્વીપણાને ભજ્યું છે અને એ જ રીતે ભાવિની આજ્ઞાધીન ક્ષણોમાં તે સાધુસાધ્વીપણાને ભજશે એમ કહી શકાય.
સામાયિક - સમ આય ઇક. સામાયિક એટલે આત્માના શાંત પરિણામ. સામાયિક કરનાર જીવ સ્વચ્છ, પવિત્ર, એકાંત સ્થાનમાં એકાસને બેસી, સ્થિર થઈ આત્માને શુભ અને શુદ્ધ ભાવમાં પરોવે છે જેથી આત્માના કષાય એકદમ મંદ સ્થિતિમાં રહે અને સાથે સાથે અન્ય કોઈ જીવની અંશ માત્ર પણ દૂભવણી મન, વચન કે કાયા થકી થાય નહિ. આ રીતે સામાયિક કરનાર જીવ ઓછામાં ઓછું બે ઘડીનું આરાધન કરે છે જે પ્રભુની આજ્ઞા લઈને પ્રારંભે છે અને પ્રભુની આજ્ઞા લઈ પૂર્ણ કરે છે. ઓછામાં ઓછું બે ઘડી એટલે ૪૮ મિનિટ સુધી આત્માને સ્થિર પરિણામી કરવો એ સામાયિક.
સાંસારિક અંતરાય - સંસારી પદાર્થોની પ્રાપ્તિનો લાભ થવા ન દે તે સાંસારિક અંતરાય.
સિદ્ધકવચ - સિદ્ધપ્રભુનાં કલ્યાણનાં પરમાણુથી ઉત્પન્ન થતું આજ્ઞાકવચ.
સિદ્ધપણું - આત્માની પૂર્ણ શુદ્ધ, અડોલ, અકંપ દશા પ્રાપ્ત કરવી એને સિદ્ધદશા કહેલ છે. તે દશાએ સિધ્ધપણું છે.
સિદ્ઘપ્રભુ પરમાત્મા જે આત્મા કેવળજ્ઞાન લીધા પછી, બાકીનાં ચાર અઘાતી કર્મોનો