________________
શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ
સૂક્ષ્મપણે થાય છે. તેથી તે જીવ પોતાનાં અમુક સત્તાગત કર્મોની પ્રદેશોદયથી નિર્જરા કરે છે. આમ તેણે જે સત્પુરુષનું શરણું સંવર કરવા લીધું હતું, તે શરણ કર્મેન્દ્રિયના સાધનના સાથથી નિર્જરા પણ આપે છે. માટે આ માર્ગનું નામ છે ‘સંવર પ્રેરિત નિર્જરા માર્ગ'.
સંવ૨ભાવના જ્ઞાન, ધ્યાનાદિમાં પ્રવર્તી જીવ કર્મને આવતાં રોકે તે સંવરભાવના.
-
સંવ૨માર્ગ આ માર્ગમાં જીવ સકામ સંવર આરાધે છે. જે કર્મની ભવસ્થિતિ પાકી ગઈ છે તેવા ભોગવવારૂપ ઉદિત કર્મ સામે સ્થિર રહેવું અને બને તેટલો કર્માશ્રવ અલ્પ કરવો એ છે ‘સંવર માર્ગ'.
=
-
સંવેગ - મોક્ષમાં જવાની અભિલાષા સેવવી તે સંવેગ.
સંવેગ, નિર્વેદપ્રેરિત – સંસારની શાતા ભોગવવાની
ઇચ્છા મંદ થવાના અનુસંધાનમાં અનુભવાતી સંસારના પરિભ્રમણનો અંત લાવવાની ઇચ્છા અર્થાત્ મોક્ષમાં જવાની તાલાવેલી. સંવેગપ્રેરિત નિર્વેદ - નિર્વેદ, સંવેગપ્રેરિત જુઓ. સંસારભાવ - સંસારી શાતાનાં સાધનો જેવાં કે ધન, કુટુંબ, સત્તા, વૈભવ, પરિગ્રહ આદિની પ્રાપ્તિ તથા ભોગવટામાં જ સુખ માનવાથી, તે શાતા જીવને માટે બળવાન આકર્ષણનું નિમિત્ત બને છે. આ સંસારી શાતાનો લોભ સંસારીભાવ છે અને તેનાં કારણે જીવ સત્પુરુષે જણાવેલાં આત્મલક્ષને ગૌણ કરી નાખે છે.
૬૬
સંસારભાવના - જીવ આ સંસારમાં અનંતકાળથી રખડયો છે, આ સંસાર મારો નથી. તેનાથી હું ક્યારે છૂટીશ એમ ચિંતવવું તે
સંસારભાવના.
સંજ્ઞા - સંજ્ઞા એ મનોયોગની વિશેષતા છે. સંજ્ઞા ઇન્દ્રિય નથી, પણ ઇન્દ્રિય જનિત સર્વ ભાવોનું વિશેષતાએ પૃથ્થકરણ કરવાનું સાધન છે. જીવની વિચારશક્તિ અને વિવેકશક્તિ તે સંજ્ઞા છે. સંજ્ઞાથી જીવ ભૂત, વર્તમાન તથા ભવિષ્ય માટે તર્ક કરી શકે છે. તે બે પ્રકારે છેઃ સ્થૂળ તથા સૂક્ષ્મ.
સંશીપંચેન્દ્રિય - પાંચ ઇન્દ્રિય, મન, વચન અને
કાયબાળ એ ત્રણ બળ તથા શ્વાસોશ્વાસ અને આયુષ્ય, આ દશે પ્રાણનો ધારક જીવ સંશી પંચેન્દ્રિય કહેવાય છે. પાંચ ઇન્દ્રિય તથા સંજ્ઞા સહિતનો જીવ.
સાગરોપમ - એક જોજન વ્યાસવાળો અને એક જોજન ઊંડો ખાડો ખોદવામાં આવે, અને તે ખાડો તાજા જન્મેલાં ઘેટાંના બચ્ચાનાં સૂક્ષ્મવાળથી ખીચોખીચ ભરવામાં આવે, તે પછી પ્રત્યેક સો વરસે એક વાળ કાઢતા રહેવાથી એ ખાડો સંપૂર્ણ ખાલી થઈ જાય ત્યારે તેમાં જે સમય જાય તેને પલ્યોપમ કાળ કહે છે. અસંખ્ય પલ્યોપમ વીતવાથી એક સાગરોપમ થાય છે.
સાતમું અપ્રમત્તસંયત ગુણસ્થાન - મન, વચન તથા કાયાના યોગને સતત આજ્ઞાધીન રાખે તે કાળની અપ્રમાદી સ્થિતિ.
સાત્ત્વિક વૃત્તિ - જીવનાં ગુણો વર્ધમાન થાય, સત્ત્વ
વધે તેવા પ્રકારના ભાવો.