________________
તોડી સાધુસાધ્વી પોતાના શમ (કષાય રહિત સ્થિતિ) ને વિકસાવે છે. અને તેમાં પોતાના કલ્યાણભાવને ઉમેરી ક્ષપક શ્રેણિની તૈયારી કરે છે; અને કરાવે છે.
શમ, સિદ્ધપ્રભુનો સિદ્ધપ્રભુ પંચાસ્તિકાયની બાધાથી પર બની દરેક સમયે પોતાનાં સ્વરૂપની વેદકતા તથા પરમ વીતરાગતાનો અનુભવ કરે છે તે તેમનો શમનો પુરુષાર્થ છે. શરણ – પોતાથી ઉચ્ચ આત્માની ઇચ્છાનુસાર પોતાનું વર્તન કરવાની ભાવના તે શરણ.
–
શરીર, આહારક - આહારક શરીર જુઓ. શરીર, ઔદારિક - ઔદારિક શરીર જુઓ. શરીર, કાર્પણ કાર્યણ શરીર જુઓ.
શલાકાપુરુષ જેમનું વીર્ય ઘણું ખીલ્યું હોય તેવા જીવો. તીર્થંકરપ્રભુ, ચક્રવર્તિ, બળદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ શલાકાપુરુષ ગણાય છે.
-
શાતા - સુખ.
શાતાવેદનીય - શાતાવેદનીય કર્મના ઉદયથી જીવ સુખનો અનુભવ કરે છે. આ સુખમાં પાંચ ઇન્દ્રિય અને મનથી અનુભવતા પૌલિક સુખોની ગણતરી કરવામાં આવી છે. જીવની સુખની માન્યતા પ્રમાણે સુખ આપે, જે સાનુકૂળ સંજોગ તે શાતા વેદનીય.
શાંત દશા - કષાયરહિત સ્થિતિ.
શાંતસ્વરૂપ - આત્માનું કષાય વગરનું રૂપ. શાંતિ (આત્મશાંતિ) - શાંતિ એટલે શાંત થવું, શાંત રહેવું. શાંતિ આત્માનો મૂળભૂત ગુણ છે.
૫૯
પરિશિષ્ટ ૧
જે પદાર્થ પોતાના નથી તેની પ્રાપ્તિ કે અપ્રાપ્તિમાં સુખદુ:ખ કલ્પી જીવ શાંતિથી વંચિત થાય છે. જેમ જેમ કલ્પિત સુખબુદ્ધિ ટળતી જાય છે તેમ તેમ સ્વમાં એકાકારતા પ્રગટતી જાય છે. એ એકાકારતાના પ્રમાણમાં જીવની શાંતિ વધતી જાય છે.
શિવ - અશુભનો નાશ કરી કલ્યાણના કરનારા. શિક્ષાવ્રત – જે વ્રત પાલનમાં સમજણ વધે છે તેવા
ચાર શિક્ષાવ્રત શ્રાવકનાં બાર વ્રતમાં ગણાયાં છે. ૧. સામાયિક વ્રત ૨. દેશાવગ્વાતિક વ્રત (રોજેરોજની હરવાફરવાની મર્યાદા) ૩. પૌષધ વ્રત (એક દિવસનું સાધુજીવન) ૪. અતિથિસંવિભાગ વ્રત(પૂર્વે જણાવ્યા વિના આવેલા સાધુ કે શ્રાવક નો આદર સત્કાર કરવો).
શુક્લતા, પુરુષાર્થની – પુરુષાર્થની શુક્લતા એટલે પૂર્વે કર્યો હોય તેટલો જ આત્મશુદ્ધિ મેળવવા માટેનો પુરુષાર્થ રહેવો, તે વધે પણ ક્યારેય ઘટે નહિ કે મંદ થાય નહિ.
શુક્લ લેશ્યા - આ લેશ્યામાં આત્માના પરિણામ ગાયના દૂધ જેવા શ્વેત હોય છે. આ લેશ્યાવાળા જીવો સ્થિરબુદ્ધિ વાળા, નિર્વિકલ્પી, વીતરાગી પૂર્ણ સજ્જન મહાત્માઓ હોય છે. આ લેશ્યા શુભ છે.
શુક્લ સમય - શુક્લ એટલે શુધ્ધ. જે સમયમાં જીવ આત્મશુદ્ધિ વધારે છે તે શુક્લ સમય થાય છે.
શુક્લધ્યાન આત્માની નિર્વિકલ્પ સ્થિતિ. શુક્લધ્યાનમાં આત્માને શુક્લ અર્થાત્ અતિ શુદ્ધ પરિણામ વર્તે છે. સૂક્ષ્મ વિચારોની અતિ