________________
શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ
અલ્પતાથી શરૂ કરી નિર્વિચાર થવા સુધીની દશા તે શુક્લધ્યાન. આ દશાની શરૂઆત સાતમા ગુણસ્થાનથી થાય છે. શુક્લધ્યાન,સૂક્ષ્મક્રિયાપ્રતિપાત-જે શુક્લધ્યાનમાંથી આત્મા ક્યારેય બહાર નીકળતો નથી તે. આ ધ્યાન આત્માનો ૧૩મા ગુણસ્થાને પ્રાપ્ત થાય છે.
શુક્લબંધ, પૂર્ણ આશાનો – જ્યારે અશુદ્ધ પ્રદેશોનું આજ્ઞાધીનપણું કેવળીગમ્ય પ્રદેશોની સહાયથી એવી પ્રગતિ પામે છે કે પૂર્ણ આજ્ઞાધીનપણામાં તેની શુદ્ધિ તથા તીક્ષ્ણતા એટલાં જ રહે છે અગર તો વધે છે, એટલે કે પૂર્વની આજ્ઞાધીન સ્થિતિમાં જરા પણ અલ્પતા થતી નથી, બલ્કે વૃદ્ધિ થતી જાય છે, તે દશાને ‘પૂર્ણ આશાનો શુક્લબંધ' કહેવાય છે.
શુદ્ધનય - નિશ્ચયનય - નિશ્ચયની અપેક્ષા. શુધ્ધભાવ - જીવને શુદ્ધિ મેળવવા પ્રતિ ત્વરાથી દોરે તેવા ઉચ્ચ પ્રકારના ભાવ શુદ્ધભાવ ગણાય.
શુધ્ધાત્મા શુદ્ધ થયેલો, કર્મથી મુક્ત થયેલો
આત્મા.
=
શુદ્ધિ (આત્મશુદ્ધિ) -
(અ) આત્માના પ્રદેશો પરથી જેટલા કર્મ ઓછાં થાય છે તેટલી તેની આત્મશુદ્ધિ વધે છે.
(બ) શુદ્ધિ એટલે આત્માની સ્વચ્છ પર્યાય તથા પરિણતિ; અર્થાત્ આત્માને પુદ્ગલરહિત કરવાની પ્રક્રિયાથી બીજા પાંચ દ્રવ્યને પરિણમાવવા.
ΣΟ
શુદ્ધિ, અરૂપી - પૂર્ણ શુદ્ધિ.
શુદ્ધિ, આત્મિક - આત્મિક શુદ્ધિ એટલે આત્માને તેના પર લાગેલા કર્મનાં પરમાણુઓથી છોડાવવો.
શુદ્ધિ, પરમાર્થ જીવની આત્માર્થ પ્રગટવાથી થતી જતી વિશુદ્ધિ. આત્મા શુધ્ધ થતો જાય એ પ્રકારે ધર્મનું આરાધન કરતાં રહેવું, અને શુચિ વધારતા જવી તે.
શુદ્ધિ, સર્વોત્કૃષ્ટ - શુદ્ધિ એટલે આત્મા કે જીવમાં ઉપજતા શુદ્ધ સ્વરૂપની વૃદ્ધિ. જે જીવ પરમાર્થે તથા વ્યવહારે આજ્ઞાધીન હોય છે તે સર્વોત્કૃષ્ટ શુદ્ધિ પામે છે. તે જીવ પોતાના પરમાર્થ લોભને અને પરમાર્થ સ્વચ્છંદને આજ્ઞાગુણ તથા આજ્ઞાચારિત્રમાં ફેરવે છે અને સહજતાએ કર્તાપણા તથા ભોક્તાપણામાં આજ્ઞાધીન બને છે. આ પુરુષાર્થમાં જીવ મોહ તેમજ સુખબુદ્ધિ બંને ક્ષય કરવામાં સફળ થાય છે.
શૂન્યતા
જીવ જ્યારે દેહ તથા ઇન્દ્રિયો સાથેનું એકપણું ત્યાગી પોતામાં એકાકાર - એકરૂપ થાય છે ત્યારે તે શૂન્યતામાં છે એમ કહેવાય છે.
શૂન્યભાવ – મનની કે જીવની વિચારરહિત દશા. શૈલેશીભાવ શૈલેશ અર્થાત્ મેરુપર્વત જેવો અચલ - અકંપ, એવા સ્થિર પરિણામ.
-
શૈલેશી અવસ્થા - આત્માની પર્વત જેવી (શૈલ એટલે પર્વત) નિશ્ચળ દશા તે.
શોક નોકષાય - રડવું, દિલગીર થવું, ગમગીની લાગવી, આદિ ક્રિયા અમુક નિમિત્તે થાય છે,