________________
વીતરાગતા, વૈરાગ્ય પ્રેરિત – સંસારનો નકાર કરી, કર્મના ક્ષય પ્રતિ લક્ષ રાખી, કર્મના આશ્રવને મંદ કરવાના ધ્યેય સાથે વીતરાગ સ્થિતિનો અનુભવ કરવો.
વીતરાગીનો રાગ – જે જીવ ધર્મની મંગળતા કાયમ રાખવા ધર્મનાં સનાતનપણાના ભાવ વેદે છે, તે જીવના વીતરાગી મહાત્મા ઋણી બને છે, તેથી ઋણમુક્તિ માટે વીતરાગી મહાત્માએ પોતાની વીતરાગતામાં તે જીવ માટે રાગભાવ સેવવો પડે છે. આ છે ‘વીતરાગીનો રાગ’. જે જીવ આ ‘વીતરાગીનો રાગ' પામે છે તેને જીવત્વ છોડી પરમાત્વ પામવાનું નિકાચીત કર્મ બંધાય છે.
વીતરાગી સાથ - સત્પુરુષોએ નિસ્પૃહભાવથી આપેલો કલ્યાણભાવવાળો સાથ.
વીર્ય - વીર્ય એટલે શક્તિ. વીર્યનું કામ પ્રવર્તવાનું છે. આત્મામાં અનંત વીર્ય છે. સર્વનું દાન દેવાની, ત્યાગ કરવાની શક્તિ આત્મામાં છે. સર્વ મેળવવાની શક્તિ પણ આત્મામાં છે. વીર્ય, અનભિસંધિજ, અનભિસંધીજ વીર્ય જુઓ. વીર્ય, અભિસંધિજ, અભિસંધીજ વીર્ય જુઓ. વીર્ય, આજ્ઞા - આજ્ઞાવીર્ય જુઓ.
વીર્યંતરાય પોતામાં શક્તિ ખીલી ન હોય અથવા શક્તિ હોવા છતાં તેનો યથાર્થ ઉપયોગ ન થઈ શકે તે વીર્યંતરાય.
-
વૃત્તિસંક્ષેપ તપ - જીવ પોતાના સંયમને ચકાસવા પોતે ધારેલા અમુક અભિગ્રહ(આકરી પ્રતિજ્ઞા) પૂરા થાય તો જ આહાર ગ્રહણ કરે, અને તેમ
૫૭
પરિશિષ્ટ ૧
ન થાય ત્યાં સુધી શાંત પરિણામથી વિચરે તે વૃત્તિસંક્ષેપ છે.
–
વેદકતા અનુભવવાપણું, આત્માની વેદન કરવાની શક્તિ. જીવ પોતે સુખ અનુભવે છે, દુ:ખ અનુભવે છે, સુખની પ્રાપ્તિ કે દુઃખના વિયોગની ઇચ્છા કરી શકે છે તે તેનો વેદકતાનો ગુણ છે.
વેદક સમ્યક્ત્વ - ક્ષાયિક સકિત લેતાં પહેલાના અનંતર સમયે જીવ મિથ્યાત્વનાં છેલ્લાં પુદ્ગલો ભોગવી લે છે અને એક પણ મિથ્યાત્વનું નવું પરમાણુ ગ્રહણ કરતો નથી અને તે પછીના જ સમયે તેને ક્ષાયિક સમ્યક્ત્વ પ્રગટ થાય છે. એક સમયના મિથ્યાત્વના માત્ર ભોગવટાના કાળને વેદક સમ્યક્ત્વ કહે છે.
વેદન, આત્માનું - આત્માના પ્રદેશોના માધ્યમથી ઈન્દ્રિયો વિના થતો અનુભવ.
વેદનીય કર્મ – વેદનીય કર્મ બે પ્રકારે છે. શાતા વેદનીય અને અશાતા વેદનીય. શાતાવેદનીય કર્મના ઉદયથી જીવ સુખનો અનુભવ કરે છે અને અશાતા વેદનીય કર્મના ઉદયથી જીવ દુ:ખનો અનુભવ કરે છે. વેદનીય કર્મથી અનુભવાતી શાતા કે અશાતા દુન્યવી સુવિધા કે અસુવિધાને કારણે સર્જાય છે.
વૈક્રિય શ૨ી૨ - વિક્રિયા એટલે ફેરફાર. દેવો તથા નારકીને વૈક્રિય શરીર હોય છે. તેમને શરીરમાં વિક્રિયા કરવાની શક્તિ હોવાને લીધે વૈક્રિય કહેવાય છે. તેઓ પોતાનાં શરીરને નાનું મોટું કરી શકે છે, સુરૂપ કે કુરૂપ બનાવી શકે છે, ખેચર, ભૂચરમાં ફેરવી શકાય છે, આમ ફેરફાર કરવાની વિવિધતાભરી