________________
શ્રી કેવળી પ્રભુનો સાથ – ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ
હોય છે, તેને પાંચ ઇન્દ્રિયોના વિષયો આકર્ષ શકતા નથી, શુભાશુભ કર્મના ઉદયમાં નિસ્પૃહ અને રાગદ્વેષ રહિત હોય છે અને સર્વથી અલિપ્ત રહી આત્મા આત્મરસમાં રમમાણ રહે છે.
વીતરાગતા, અરિહંતની - અરિહંતપ્રભુ
પૂર્ણાતિપૂર્ણ આજ્ઞામાં રહીને લોકકલ્યાણનું કાર્ય પૂર્વે ઇચ્છલી મંગલપ્રેમની ભાવના સહિત છતાં પૂર્ણ નિસ્પૃહભાવથી અર્થાત્ વીતરાગતા સાથે કરે છે, તે અરિહંતની વીતરાગતા છે.
વિશુદ્ધિ - વિશુદ્ધિ એટલે પવિત્રતા. જેમ જેમ
કષાયો મંદ થતા જાય છે તેમ તેમ આશ્રવ ઘટતો જાય છે, અને નિર્જરા વધતી જાય છે. આથી જ્યારે આત્મા કષાયનો સંપૂર્ણ ત્યાગ કરે છે, ત્યારે ઘાતકર્મનો આશ્રવ તેને થતો નથી, એટલું જ નહિ પણ પૂર્વસંચિત ઘાતકર્મો સર્વથા નિર્જરી જાય છે. આમ સંવર અને નિર્જરા જેમ જેમ વધતાં જાય છે તેમ તેમ
આત્માની વિશુદ્ધિ પણ વધતી જાય છે. વિષય (વિષયસુખ) - વિષય એટલે ઇન્દ્રિયનું
સુખ, ઇન્દ્રિયોને જેનાથી શાતા લાગે તે વિષય
કહેવાય છે. વિસંયોજન - જે ત્રણ કરણ વડે અનંતાનુબંધીના
પરમાણુઓને ચારિત્રમોહની અન્ય પ્રકૃતિરૂપ પરિણમાવી અનંતાનુબંધીની સત્તાનો નાશ
કરવામાં આવે તેનું નામ વિસંયોજન છે. વિહાર - પરમાણુની ગતિ કરવી અથવા
પરમાણુનું સંક્રમણ કરવું. વિહારમાં જે પુદ્ગલ પરમાણુઓનો વિપાક ઉદય કે પ્રદેશોદય આવવાનો હોય તેને જીવ આત્માના દરેક પ્રદેશમાંથી એકઠા કરે છે. તેમાં આત્મા પ્રત્યેક પ્રદેશ પર એ પુદ્ગલ પરમાણુઓના ભાવરસને વેદે છે. વિહાર કરાવવો એટલે થયેલી કર્મચનામાં ફેરફાર કરવો. વિહારનો
બીજો અર્થ સંવર પણ થાય છે. વીતરાગ બોધ - શ્રી સર્વજ્ઞ વીતરાગ પ્રભુએ
કલ્યાણનાં પરમાણુ દ્વારા આપેલો બોધ. વીતરાગતા - વીતરાગતા એટલે પદાર્થ કે પ્રસંગ
પ્રતિ રાગદ્વેષરહિતપણું. વીતરાગી આત્મા સંસારી પદાર્થોના ભોગવટાની રતિથી પર
વીતરાગતા, અરૂપી – માત્ર વેદનમાં સમજાતી
વીતરાગતા. વીતરાગતા, આજ્ઞાપ્રેરિત - આજ્ઞા મેળવવા તથા પાળવાની વિશુદ્ધિ વધારવાના હેતુથી વીતરાગતા વેદવી. આ વીતરાગતાથી જીવ સહજપણે કલ્યાણભાવ સેવતો જાય છે અને ગુણગ્રાહીપણાનો અઘરો પુરુષાર્થ આદરે છે.
વીતરાગતા, કલ્યાણપ્રેરિત - પરકલ્યાણના હેતુથી
એટલે ઉચ્ચ પરકલ્યાણભાવથી વીતરાગતા વેદવી.
વીતરાગતા. પરમ - પૂર્ણ વીતરાગતા; જેમાં રાગનો, કષાયનો એક સમય માટે પણ આવિર્ભાવ થતો નથી.
વીતરાગતા, મૈત્રીપ્રેરિત - લોકકલ્યાણના ભાવને મુખ્ય રાખી, પ્રેમભાવની ઉત્કૃષ્ટતાએ પહોંચવા માટે તથા કલ્યાણભાવનાં ધ્યેયથી વીતરાગતાની સ્થિતિ અનુભવવી.
પ૬