________________
(બ) વિનય એટલે સત્ પ્રતિનો આદરભાવ,
પૂજ્યભાવ, અહોભાવ. જ્ઞાન, દર્શન અને ચારિત્ર પ્રતિ બહુમાનનો ભાવ તે નિશ્ચય વિનય છે અને જ્ઞાન, દર્શન, ચારિત્રના ધારક સન્દેવ, સદ્ગુરુ અને સત્શાસ્ત્ર પ્રતિનો અહોભાવ તે વ્યવહારથી વિનય છે. (ભાગ - ૪)
વિનય (તપ) પોતાના માનભાવને સમ્યક્ ગુરુજનની નિશ્રામાં રહી, તેમનાં માર્ગદર્શન નીચે પોતાનાં અલ્પપણાનું જાણપણું મેળવી, સન્દેવ, સદ્ગુરુ અને સધ્ધર્મ પ્રતિ ખૂબ આદર, અહોભાવ અને નમ્રતા સાથે વર્તવું તે વિનય તપ છે.
વિનય (ગુરુ પ્રતિ) – ગુરુ (સત્પુરુષ) ના જણાવ્યા પ્રમાણે વર્તવું, તેમની આમાન્યા જાળવવી, તેમના પ્રતિ અહોભાવ તથા આદરભાવ વેદવો, તેમની જે જરૂરિયાત હોય તે પ્રજ્ઞાથી સમજી પૂરી કરવા પ્રયત્નવાન રહેવું, મીઠી શાંતભાષાથી તેમને પ્રત્યુત્તર આપવા, યોગ્ય આસને બેસવું, ગુરુએ કરેલી કરુણા માટે ઉપકારભાવ વેદવો, પોતાની ભૂલ માટે ગુરુ ઠપકો આપે ત્યારે પણ કષાયી થવું નહિ, ઇત્યાદિ વર્તના એ ગુરુ પ્રતિના વિનયને સૂચવે છે. વિનય, પરમ – ઉત્કૃષ્ટતાએ વિનય ગુણ ખીલવવો. વિનયાભાર - વિનય તથા આભારની લાગણી એકસાથે અનુભવવી.
=
વિનિવર્તના – મન અને ઇન્દ્રિયોને વિષયોથી દૂર રાખવાની સાધના.
વિપાક પ્રદેશોદય – પ્રદેશોદય, વિપાક જુઓ.
૫૫
પરિશિષ્ટ ૧
વિપાકોદય – વિપાકોદય એ સંસારી સ્થિતિમાં કર્મના ઉદયને ભોગવવાનો પ્રકાર છે. વિપાકઉદય એટલે કર્મનો પરિપાક થયે ઉદયમાં આવી આત્માથી ભોગવાઈને ખરે તે. તેમાં નવાં કર્મબંધન થાય છે.
વિભાવ - આત્મા સિવાયના, ૫૨૫દાર્થ સંબંધીના પોતાપણાના ભાવમાં રહેવું તે વિભાવ. જીવ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચ કારણોથી વિભાવ કરે છે.
વિભાવ૨સ - વિભાવરસ એ કર્મ નથી, પણ જીવે કરેલા વિભાવનું પરિણામ છે. જીવ જ્યારે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાયનાં કારણોથી વિભાવ કરે છે, એટલે કે કર્મનો કર્તા થાય છે ત્યારે એ કારણો વિભાવના પ્રતિકરૂપ રસરૂપે પરિણમે છે. જેના લીધે તે જીવ એના આત્મા ૫૨ ભાવિમાં
ભોક્તા બને એવા પુદ્ગલ પરમાણુઓને આશ્રવે છે.
-
વિરક્ત - છૂટેલા, રાગરહિત.
વિરતિ - વિરતિ એટલે ત્યાગભાવ અથવા દોષોથી પાછા હઠવું.
વિવિક્ત શય્યાસન તપ – નિર્દોષ એકાંત સ્થાનમાં પ્રમાદરહિત બની, સૂવા બેસવાની પ્રવૃત્તિમાં પણ ધર્મભાવના સાચવવી એ વિવિક્ત શય્યાસન તપ છે.
-
વિશાળબુદ્ધિ – જે વસ્તુ જે અપેક્ષાએ સમજવા યોગ્ય હોય તે અપેક્ષાએ તેને સમજીને સ્વીકારવી.