________________
શ્રી કેવળી પ્રભુનો સાથ – ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ
દ્રવ્યાનુયોગ - જે શાસ્ત્રમાં મુખ્યરૂપે જીવાદિ છે દ્રવ્યની સમજણ હોય તે.
જીવને ચોથાથી છઠ્ઠા ગુણસ્થાન સુધી ધર્મધ્યાન સંભવે છે.
ધર્મરસ - ધર્મનું આચરણ કરવાની ઇચ્છા.
દ્વાદશાંગી - દ્વાદશ એટલે બાર, દ્વાદશાંગી એટલે
બાર અંગ સૂત્રો. જેમાં શ્રી તીર્થંકર પ્રભુનો સમગ્ર ઉપદેશ સમાયો છે.
ધર્માસ્તિકાય – જીવ તથા પુદ્ગલને ગતિ કરવામાં સહાય કરનાર ધર્માસ્તિકાય દ્રવ્ય છે.
તેષ - દ્વેષ એ ક્રોધ અને માનનાં સંયોજનથી ઉત્પન્ન થાય છે. શ્રેષ એટલે કોઈ જીવ કે પદાર્થ માટેનું અશુભ ચિંતવન. પોતાની ધારી ઇચ્છા પાર પડે નહિ ત્યારે તેના માનભાવનો ભંગ થાય છે, અને તેમાં નિમિત્તરૂપ બનનાર પદાર્થ માટે જીવને અણગમાના અશુભ ભાવો
અર્થાત્ દ્વેષ વેદાય છે. દ્વેષગુણ - અન્યની અદેખાઈ, ઇર્ષ્યા અનુભવાય
તે દ્વેષ. કર્મ તથા અશુભભાવ પ્રતિ દ્વેષ કરી આત્મગુણ પ્રગટાવવા તે દ્વેષગુણ. ધર્મ - ચારે ગતિમાં રખડતા જીવને અધોગતિમાં
જતો અટકાવે, અશુભથી રહ્યું અને સર્વ પ્રકારનાં દુઃખ અને દર્દથી છોડાવી શાશ્વત સુખની પ્રાપ્તિ સુધી પહોંચાડે તેનું
નામ ધર્મ. ધર્મદુર્લભ (ધર્મ) ભાવના - ધર્મના ઉપદેશક તથા શુધ્ધ શાસ્ત્રના બોધક એવા ગુરુ મળવા અને તેમના વચનોનું શ્રવણ મળવું દુર્લભ છે એમ ચિંતવવું તે ધર્મદુર્લભ ભાવના. ધર્મધ્યાન - ધર્મધ્યાન કરવું એટલે દેહ, ઇન્દ્રિય, ભોગોપભોગની સામગ્રીથી અલગ થઈ, સ્વરૂપમાં લીન થવું અર્થાત્ આત્માનો અનુભવ કરવામાં એકાગ્ર થવું. તે વખતે તેનામાં અવ્યક્ત એવા શુભ વિચારો ચાલતા હોય છે.
ધુવપદ - ધ્રુવ એટલે સ્થિર, અચળ. જે પદ
સદાકાળ રહેનાર છે તે ધ્રુવ પદ. મોક્ષપદ એ ધ્રુવપદ છે. ધુવબંધ (આજ્ઞાનો) - કેવળીગમ્ય પ્રદેશોની પ્રેરણાથી જ્યારે અશુદ્ધ પ્રદેશો વધારે ને વધારે આજ્ઞાધીન બની, આજ્ઞાધીનપણાની ભૂમિકા એવી હદે પહોંચાડે છે કે જેથી એ સાધકનો આત્મા સ્થૂળરૂપે સતત આજ્ઞાધીન રહેતો થાય છે, જેને સ્થૂળરૂપે અથવા વ્યવહારથી આજ્ઞાનો ધુવબંધ કહેવાય છે. આજ્ઞાના ધ્રુવબંધ થયા પછી તે સાધકનો આત્મા વ્યવહારથી અશાતાના ઉદયોમાં આજ્ઞાધીન રહે છે પણ શાતાના નિમિત્તો આવતાં તેનું આજ્ઞાધીનપણું ઓછું અથવા નહિવતુ થઈ જાય છે. ધુવબંધ (પૂર્ણ આજ્ઞાનો) - (અ) જીવ જ્યારે આજ્ઞાના ધ્રુવબંધથી આગળ
વધવા જ્ઞાનગર્ભિત વૈરાગ્યથી સંસારી સુખને ગૌણ કરે છે, અને સિદ્ધનાં સુખને આત્માના પ્રદેશ પ્રદેશથી પ્રાધાન્ય આપે છે, ત્યારે તેને પ્રભુ તરફથી પૂર્ણ આજ્ઞાના ધ્રુવબંધની પ્રાપ્તિ થાય છે. જે પ્રદેશો આજ્ઞાના ધુવબંધની સ્થિતિ મેળવે છે તેઓ અન્ય પ્રદેશને કરેલા કલ્યાણભાવના દાનના
૩૨