________________
બંધ થાય છે, બીજા સમયમાં ઉદય થાય છે, ત્રીજા સમયમાં નિર્જરા થાય છે. એમ તે કર્મ અંતમાં અકર્મ બને છે.
ઐરાવત ક્ષેત્ર - લોકમાં આવેલ ‘ઐરાવત’ નામની ભૂમિ. આ લોકમાં પાંચ ઐરાવત ક્ષેત્ર છે. તેમાં ભરત ક્ષેત્રની જેમ અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળ હોય છે. બે મળી એક કાળચક્ર ૨૦ ક્રોડાક્રોડ સાગરોપમનું થાય છે. અને ભોગભૂમિ, કર્મભૂમિ તથા મરુભૂમિ રૂપ પૃથ્વી થાય છે.
ઐહિકસુખ - સંસારનું ભૌતિક સુખ.
ઔદારિક શરી૨ - ઉદાર એટલે સ્થૂળ, તે પરથી ઔદારિક શબ્દ આવ્યો છે. જે સ્થૂળ પુદ્ગલ પરમાણુનું બનેલું શરીર હોય તે ઔદારિક શરીર કહેવાય છે. મનુષ્ય અને તિર્યંચનાં શરીર ઔદારિક છે.
કોમળતા -
(અ) જીવ જ્યારે પોતાને અન્યથી ઊંચો કે નીચો માનવાને બદલે સમાન આત્મભાવે જોતાં શીખે છે, અને એ દ્વારા પોતાના માનભાવને તોડી, બીજાનાં દુ:ખને જોઈ તે દુ:ખથી છૂટે એવો કલ્યાણભાવ સેવે છે તે કોમળતાનો ગુણ દર્શાવે છે.
(બ) બીજાનું દઃખ દૂર થાય એવા ભાવ સાથે તે દુઃખ દૂર કરવા પ્રયત્ની થવું તે કોમળતા. કર્તાભાવ/કર્તાપણું - - જીવના જીવનમાં જે કાંઈ થાય છે તે ‘હું કરું છું' કે મારાથી થાય છે એવા ભાવ સહિતના વર્તનને કર્તાભાવ કહે છે.
૧૯
પરિશિષ્ટ ૧
કર્મ - કર્મ એ સૂક્ષ્મ પુદ્ગલ વર્ગણા છે. આવી સૂક્ષ્મ પુદ્ગલ વર્ગણાથી આખો લોક ભરેલો છે. સકર્મ આત્મા અર્થાત્ જીવ જ્યારે ભાવ કે ક્રિયા કરે છે ત્યારે કર્મવર્ગણાનો આત્મા સાથે સંબંધ થઈ જાય છે. આ વર્ગણામાં ઘણી શક્તિ હોવાને કારણે જ્યાં સુધી તેનું ફળ આત્માને આપે નહિ ત્યાં સુધી તે આત્મપ્રદેશ પરથી ખરી જતી નથી.
કર્મ અનુભાગ/૨સ - રસ એટલે જે કર્મ ગ્રહણ થયું છે તેનો પરિપાક થતાં તેની તીવ્રતા કે મંદતા કેટલા પ્રમાણમાં હશે તેનું માપ. ફળ આપતી વખતે તે કર્મ આકરાં, સાદાં કે મધ્યમ પરિણામ આપે તે રસબંધ. રસબંધને ‘અનુભાગ’ પણ કહેવામાં આવે છે.
કર્મ ઉદય – બાંધેલા કર્મો અમુક કાળ વીત્યા પછી ભોગવવા માટે ઉદયમાં આવે છે. સંસારી સ્થિતિમાં ઉદય બે પ્રકારે અનુભવાય છે પ્રદેશોદય અને વિપાકોદય.
કર્મ દલિકો - કર્મનાં દળિયાં, કર્મનો જથ્થો. કર્મ પ્રકૃતિ – પ્રકૃત્તિ એટલે સ્વભાવ. પ્રત્યેક ગ્રહણ કરેલા કર્મનો સ્વભાવ કેવી જાતનો થવાનો છે તેનો નિર્ણય બંધ વખતે થાય છે. કોઈ કર્મ જ્ઞાનને આવરે છે, કોઈ કર્મ તંદુરસ્તી કે રોગ આપે છે, કોઈ કર્મ ખ્યાતિ કે અપયશ આપે છે. વગેરે. આ પ્રમાણે કર્મની અસરની રીતભાતને કર્મ પ્રકૃતિ કહેવાય છે.
કર્મ પ્રદેશબંધ
પ્રદેશ એટલે કર્મવર્ગણાનાં દળિયાંનો જથ્થો. આ કર્મ કેટલાં કર્મ પરમાણુનું બનેલું છે, અને આત્માના કેટલા પ્રદેશો પર છવાયેલું છે તે પ્રદેશ બંધમાં નક્કી થાય છે.
–