________________
શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ
ઉપભોગાંતરાય – જે વસ્તુનો એક કરતાં વધારે વખત ઉપયોગ કરી શકાય છે તે ઉપભોગ. વસ્ત્ર, પાત્ર, ઘરેણાં, ઘરબાર આદિ ઉપભોગ કરવાની વસ્તુઓ છે. તે વસ્તુઓનો ભોગવટો ન કરી શકે એ ઉપભોગાંતરાય કર્મ ગણાય.
ઉપયોગ - આત્માની પ્રવૃત્તિ અથવા શબ્દાદિક વિષયમાં ઇન્દ્રિયનું જોડાણ.
ઉપયોગ, તીક્ષ્ણ - આત્માના ઉપયોગની વિશેષ એકાગ્રતા.
ઉપશમ - કર્મો શાંત થઈ જવા, ઉદય રહિત કર્મ થવું તે કર્મનો ઉપશમ કહેવાય છે. ખાસ કરીને મોહનીય કર્મની બાબતમાં આમ થાય છે. મોહનીય કર્મના સર્વથા અનુદય વખતે સત્તામાં રહેલા મોહનીય કર્મને ઉપશમન કહે છે.
ઉપશમ સમિકત - જીવ જ્યારે પાંચ મિનિટ કે તેથી વધારે સમય માટે અનંતાનુબંધી ચોકડી અને દર્શનમોહની ત્રિક ઉપશમાવી શકે છે, ત્યારે તે ઉપશમ સમકિત પામ્યો કહેવાય છે. ઉપશમ શ્રેણિ - ઉપશમ કરવું એટલે શાંત કરવું.
કર્મને સત્તામાં દબાવી રાખવા અને ઉદયમાં ન આવવા દેવા તે કર્મ ઉપશમ કર્યા કહેવાય. જે જીવ કર્મનાં દળનો પૂર્ણ ક્ષય ન કરતાં, અમુક અંશે દબાવતો આઠમા ગુણસ્થાનથી આગળ વધે છે, તે જીવ ઉપશમ શ્રેણીએ ચઢે છે તેમ કહેવાય.
ઉપસર્ગ
કોઈ જીવ તરફથી અન્ય જીવને ઇરાદાપૂર્વક અપાયેલું દુ:ખ તે ઉપસર્ગ છે.
-
૧૮
ઉપાદાન - આત્મવિકાસ કરવા માટે જીવની પાત્રતા હોવી તે ઉપાદાન.
ઉપાદેય - જાણી ને આરાધવા યોગ્ય તત્ત્વ. ઉપાધિયોગ સંસારમાં ચિંતા કરવી પડે તે પ્રકારનાં કર્મોના ઉદયને વેદવા પડે તે.
ઉપાધ્યાયજી ઉત્તમ આચાર્યના પગલે ચાલી, તેમની પાસેથી સ્વપર કલ્યાણના માર્ગનો ઉત્સાહથી ફેલાવો કરવાની પ્રેરણા લઈ સહુને માર્ગદર્શનરૂપ શિક્ષણ આપનાર ઉપાધ્યાયજી કહેવાય છે.
-
ઉપાધ્યાયકવચ શ્રી ઉપાધ્યાયજીનાં કલ્યાણનાં પરમાણુના સંધથી ઉત્પન્ન થતું આજ્ઞાકવચ. ઉપેક્ષા ભાવના – જીવના દોષો પ્રતિની મધ્યસ્થતા.
-
એકાંતવાદ - એક જ અપેક્ષાનો સ્વીકાર કરી અન્ય અપેક્ષાનો નકાર કરવો.
એકેંદ્રિય – માત્ર સ્પર્શેન્દ્રિય ધરાવનાર જીવ એકેંદ્રિય કહેવાય છે.
એકત્વભાવના મારો આત્મા એકલો છે, તે એકલો આવ્યો છે, અને એકલો જવાનો છે, આમ અંતઃકરણથી ચિંતવવું તે એકત્વભાવના. એષણા સમિતિ - આહાર, વસ્ત્ર, પાત્ર આદિ ગ્રહણ કરવાનો ઉદય આવે તો યત્નાપૂર્વક મમત્વરહિત બની તેને ગ્રહણ કરે. તેમ કરતાં, વાપરતાં એવી સાચવણી કરે કે કીડી, કંથવા આદિ જીવો પણ તેમના થકી દૂભાય નિહ. ઐર્યાપથિક કર્મબંધ કેવળીપ્રભુને થતો શાતાવેદનીયરૂપ પુણ્યનો બંધ. પહેલા સમયમાં
=
–