________________
શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ
આજ્ઞારૂપી તપમાં થોડા જીવો કે સમસ્ત જીવો માટે વેદાયેલો કલ્યાણનો અપૂર્ણ ભાવ જે પુદ્ગલ પરમાણુઓમાં સમાયો છે તે આજ્ઞારસ છે. એ અપૂર્ણ ભાવ પુદ્ગલ પરમાણુઓમાં ભાવ૨સરૂપે સમાય છે. તેમાં આજ્ઞાધર્મ, આજ્ઞાતપ સાથે કલ્યાણભાવ પણ સમાયેલા હોય છે. આજ્ઞારસ ત્રણ પ્રકારે છે : સ્વકલ્યાણક, પરકલ્યાણક તથા સ્વપરકલ્યાણક. (ભાગ - ૪)
(બ) થોડા જીવો કે સમસ્ત જીવો માટે વેદાયેલો કલ્યાણનો ભાવ જે પુદ્ગલ પરમાણુઓમાં સમાયો છે તે આજ્ઞારસ છે. એ ભાવ પુદ્ગલ પરમાણુઓમાં ભાવરસરૂપે સમાય છે. તેમાં આજ્ઞાધર્મ, આજ્ઞાતપ સાથે કલ્યાણભાવ પણ સમાયેલા હોય છે. (ભાગ ૫) આજ્ઞારસ, અરૂપી શુદ્ધાત્માના આત્મપ્રદેશ પાસેથી પુદ્ગલ પરમાણુના માધ્યમ વિના આન્નારસની પ્રાપ્તિ કરવી તે.
આજ્ઞારસ, ગુણપ્રેરિત જીવ પોતાના ગુણો ખીલવતા ખીલવતા પ્રભુને વિશેષ વિશેષ આજ્ઞાધીન થતો જાય છે, અને એ દ્વારા પ્રભુનાં કલ્યાણનાં પરમાણુઓમાંથી આજ્ઞારસ મેળવતો જાય છે. તે ગુણપ્રેરિત આજ્ઞારસ કહી
શકાય.
આજ્ઞારસ, ચેતન પ્રેરિત - કર્મરહિત થયા પછી આત્મા જે આજ્ઞારસ મેળવે છે, તે ચેતનમાંથી નિષ્પન્ન થયેલો હોય છે, આજ્ઞાને મેળવવા કે પાળવામાં પુદ્ગલનું માધ્યમ રહેતું નથી, તેવો આજ્ઞારસ ચેતનપ્રેરિત છે.
૧૬
આજ્ઞારસ, પુદ્ગલ પ્રેરિત મહાસંવર માર્ગમાં જીવ, અજીવનાં માધ્યમથી આન્નારસનો આશ્રવ કરે છે, કર્મની નિર્જરા કરે છે અને એ જ આજ્ઞારસથી યોગ્ય વિહાર પણ કરે છે. આ પ્રક્રિયા પુદ્ગલરૂપી કલ્યાણનાં પરમાણુની સહાયથી કરવામાં આવે છે તેથી તે પુદ્ગલ પ્રેરિત આજ્ઞારસ કહેવાય છે.
આજ્ઞારૂપી તપ - આજ્ઞારૂપી તપ એ જીવના પુરુષાર્થમય પુરુષાર્થ સાથે આત્માનો સહજરૂપ પુરુષાર્થ છે. આજ્ઞારૂપી તપ પાંચ સમવાયની ભિન્નતાને સ્વીકારી તેને એકરૂપ બનાવવાનો ઉદ્યમ છે.
આજ્ઞારૂપી ધર્મ આજ્ઞારૂપી ધર્મ તે નિજ સ્વભાવની પરમ ઈષ્ટ, સમાધિમય, સ્થિર, વીતરાગમય દશા છે. એ સ્વરૂપ આનંદમય તથા ગુણગ્રહણ સંપન્ન ઉત્કૃષ્ટ સ્થિતિ છે.
-
આજ્ઞાવીર્ય - આજ્ઞાધીન થવાથી જીવમાં જે વીર્ય (શક્તિ) ઉત્પન્ન થાય છે તે, અને જે વીર્ય આજ્ઞામાં રહેવા ઉપકારી થાય છે તે.
આજ્ઞાસમાધિ - આજ્ઞામય શમ. આજ્ઞાધીનપણે કષાયરહિત સ્થિતિ અનુભવવી.
આજ્ઞાસિદ્ધિ, પૂર્ણ - પૂર્ણ આશાસિદ્ધિ એટલે એક સમય માટે પણ જીવનું આજ્ઞાધીનપણું અલ્પ કે ક્ષીણ થાય નહિ અથવા આજ્ઞાની પૂર્ણાતિપૂર્ણ સફળતાનું સિદ્ધત્વ. જે સાતમા ગુણસ્થાનથી વધતાં વધતાં ચૌદમા ગુણસ્થાને આવી સિધ્ધભૂમિમાં પરિપૂર્ણ બને છે.