________________
શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ
વિભાવના કારણો થકી જીવ પાંચ મહાવ્રતનો ભંગ કરી અંતરાયની અશુભ પર્યાય બાંધે છે. અંતરાય કર્મથી, જીવને જે મેળવવું હોય તેમાં વિઘ્ન આવે છે.
અંતરાય કર્મ (શુભ પર્યાય) – જીવ જ્યારે સ્વભાવમાં હોય છે ત્યારે વિભાવનાં અંતરાય બાંધે છે જેના લીધે સ્વભાવનો અનુભવ સંભવિત બને છે. આ અંતરાયની શુભ પર્યાય છે.
અંતરાય કર્મ (શુધ્ધ પર્યાય) - અંતરાયની શુધ્ધ પર્યાયમાં જીવ સ્વરૂપમાં એકાકાર બની, શુભાશુભ બંધનથી પર બને છે. તે સિદ્ધાત્માની અવસ્થા છે.
અંતરાય કર્મ, કર્મપ્રેરિત ઘાતીકર્મના આધારે બંધાતા અઘાતી કર્મ ૫૨ બેસતું અંતરાય કર્મ. અંતરાય ગુણ – જ્યારે જીવનાં અંતરાય કર્મ અંતરાયગુણમાં પલટાય છે, ત્યારે એ જીવ કર્મનાં પુદ્ગલ ૫૨માણુઓને ખેરવી સ્વરૂપની સન્મુખ જઈ શકે છે. આત્મા જ્યારે સ્વભાવમાં હોય છે ત્યારે તે રૂપી(જડ) પદાર્થ એટલે કે કર્મ માટે અંતરાયરૂપ નીવડે છે. સ્વરૂપની સન્મુખ જવાથી તે જીવ વિભાવ પ્રત્યે અંતરાય વેદી અંતરાય ગુણને ખીલવે છે. અંતરાયકર્મને અંતરાયગુણમાં રૂપાંતિરત કરવા માટે જીવે આજ્ઞામાર્ગ આરાધવો જરૂરી છે, કારણ કે વિભાવથી બાંધેલા અંતરાય કર્મ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનાં કલ્યાણનાં પરમાણુઓથી અંતરાયગુણમાં પરિવર્તિત થાય છે.
-
અંતવૃત્તિસ્પર્શ - શ્રી તીર્થંકર પ્રભુનાં સાનિધ્યમાં એક સમય માટે જીવ દેહથી ભિન્નપણાનો
૧૦
અનુભવ કરે છે, એટલે કે એક સમય માટે તે જીવ મિથ્યાત્વના ઉદયને તથા બંધને ટાળે છે. આ એક સમયના સ્વાત્માના એકરૂપપણાના અનુભવને અંતવૃત્તિસ્પર્શ
કહેવામાં આવે છે.
આ
આકાશ - જીવ તથા અજીવ દ્રવ્ય સહિત સર્વ દ્રવ્યોને જે પોતામાં સમાવે છે, પોતામાં રહેવાની જગ્યા કે સુવિધા આપે છે તે આકાશ દ્રવ્ય છે.
આર્કિચન્ય (ઉત્તમ) - આર્કિચન્ય એ પરિગ્રહનો વિરોધીભાવ છે. આત્માથી ભિન્ન પરપદાર્થોને અને એમના લક્ષે ઉત્પન્ન થતા મોહ તથા રાગદ્વેષરૂપ વિકારોને પોતાના ન માનવા અને તેમાં એકરૂપ ન થવું તે આકિંચન્ય છે. આત્મા સિવાયના પરપદાર્થ પ્રત્યેના મારાપણાના ભાવને આત્માના આશ્રયે છોડવા તે ઉત્તમ આર્કિચન્ય ધર્મ છે.
આગમ સૂત્રો શ્રી તીર્થંકર પ્રભુના બોધને ગણધરજીની સહાયથી આચાર્યજી ગ્રંથસ્થ કરે છે, તે આગમ કહેવાય છે. તે સંક્ષિપ્ત હોવાથી સૂત્ર કહેવાય છે.
આગાર ધર્મ - ગૃહસ્થની ચર્યા. આચાર - વર્તના.
આચાર્યકવચ - શ્રી ગણધરપ્રભુ કે આચાર્યજીનાં કલ્યાણનાં ૫૨માણુના સંધથી ઉત્પન્ન થતું
આજ્ઞાકવચ.
આચાર્યજી જીવનના
=
શ્રી પ્રભુએ જણાવેલા મુનિ આચારને યથાર્થતાએ પાળી,