________________
શ્રી કેવળી પ્રભુનો સાથ – ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ
અવ્યાબાધ સ્થિતિ - જેને બાધી ન શકાય, અટકાવી
ન શકાય તેવી દશા. અશરણભાવના - સંસારમાં મરણસમયે જીવને શરણ આપનાર કોઈ નથી. માત્ર એક શુભ ધર્મનું શરણ સત્ય છે એમ વિચારવું તે અશરણભાવના.
અશાતાવેદનીય - અશાતા વેદનીય કર્મના ઉદયથી
જીવ દુઃખનો અનુભવ કરે છે. શરીરમાં રોગ થાય, અશાંતિ અનુભવાય. શરીરમાં દુ:ખાવો થાય, શરીરનાં કરવા ધારેલાં હલનચલનમાં અડચણો ઊભી થાય, મગજમાં ઉકળાટ થયા કરે અર્થાતુ પ્રતિકૂળ સંજોગોથી વેદાતી અસુવિધા તે અશાતા વેદનીય છે. અશચિભાવના - આ શરીર અપવિત્ર છે, મળમૂત્રની ખાણ છે, રોગ જરાદિનું ધામ છે. આ શરીરથી હું ન્યારો છું એમ ભાવવું તે અશુચિભાવના. અષ્ટપ્રતિહાર્ય - પ્રતિહાર જુઓ. અષ્ટમહાસિદ્ધિ - અણિમા, મહિમા, ગરિમા,
લધીમા, વગેરે નામની આઠ મહાન સિદ્ધિઓ આત્માની શુદ્ધિ વધતાં પ્રગટ થાય છે તે. અસત્ય – અસત્ય એટલે જે વસ્તુ કે વાત
જે પ્રકારે છે તેને તેનાથી વિપરીતપણે જાણવી કે જણાવવી, બોલવી કે બોલાવવી, કરવી કે કરાવવી, અથવા તે સર્વની
અનુમોદના કરવી. અસંગતા - આત્માર્થ સિવાયના સંગ પ્રસંગમાં પડવું નહિ.
અસ્તિકાય – પ્રદેશોના સમૂહવાળું દ્રવ્ય. તે અનેક પ્રદેશોમાં વ્યાપી, અનેક ગુણ અને પર્યાય સહિત જેનો અસ્તિત્વ સ્વભાવ છે તે અસ્તિકાય. તેવા પાંચ દ્રવ્યો છે - ધર્મ,
અધર્મ, આકાશ, પુદ્ગલ અને જીવ. અસ્તેયવ્રત - સ્નેય એટલે ચોરી. અસ્તેય એટલે
અચૌર્ય. સૂક્ષ્મ કે સ્થળ પ્રકારની ચોરી ન કરવી તે અસ્તેયવ્રત. અહમેંદ્ર - ઇન્દ્ર જેવી સાહેબી. નવ ગ્રેવયેકમાં બધા દેવો ઇન્દ્ર જેવી ઋદ્ધિ ધરાવે છે, ત્યાં કોઈ ઉચ્ચ નથી, કોઈ નીચ નથી. તે બધા
સમાન હોવાથી અહમંદ્ર કહેવાય છે. અહંમનપણું – અહંપણું એટલે માનભાવ, મમપણું.
એટલે મારાપણું. અહિંસાવ્રત - અન્ય જીવને અલ્પ દૂભવવાથી શરૂ કરી પ્રાણહરણ પર્યંતનાં દુઃખ આપતાં અટકવું અને એમ કરીને પોતાના આત્માને કર્મબંધથી બચાવવો તે અહિંસાવત. અહોભાવ - કોઈ ઉત્તમ આત્મા કે ગુણ માટે
આદરભાવ, પૂજ્યભાવ આદિ વેદવા તે. અહંત શરીર - અરિહંત પ્રભુનું શરીર, અક્ષય સ્થિતિ - જે સ્થિતિનો કદી નાશ થવાનો નથી તે સ્થિતિ. આત્મા સિદ્ધભૂમિમાં જાય છે ત્યારથી અશરીરિ બની અનંતકાળ સુધી ત્યાં જ વસે છે, કદી પણ પરિભ્રમણ અર્થે નીચે ઊતરતો નથી એટલે કે તે પોતાની અક્ષય સ્થિતિને પામે છે. અજ્ઞાન - જ્યાં સુધી જીવને સમ્યકજ્ઞાનની પ્રાપ્તિ થઈ હોતી નથી ત્યાં સુધીનું તેનું સર્વજ્ઞાન