________________
શ્રી કેવળી પ્રભુનો સાથ – ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ
અભિસંધિજ વીર્ય –
(અ) અભિસંધિજ વીર્ય એટલે આત્માની પ્રેરણાથી
વીર્યનું પ્રવર્તવું થાય છે તે. (ભાગ - ૨).
અમૂઢ દૃષ્ટિ – આ સમકિતનું ચોથું અંગ(ગુણ)
છે. અમૂઢ દૃષ્ટિ એટલે મૂઢતા વગરની વિવેક દષ્ટિ. સમ્યકુદૃષ્ટિ આત્મા સમભાવવાળો હોય છે, વિચક્ષણ હોય છે અને હિતાહિતને બરાબર જાણે છે, તેથી તેને મૂઢતાનો ત્યાગ થાય છે.
(બ) અભિસંધિજ વીર્યથી જીવ સકામ પુરુષાર્થ
કરી શકે છે. જીવના ભાવાનુસાર તેના આત્માના અમુક ભાગમાંથી કર્મ પુદ્ગલને લીધે વીર્ય ઉત્પન્ન થાય છે. જેટલા અંશે જીવ પોતાના ભાવ સંજ્ઞા દ્વારા વેદે છે તેટલા અંશે એ વીર્ય અભિસંધિજ વીર્યરૂપે ફૂરે છે. (ભાગ - ૪)
અમૃતસાગર – અમૃત એટલે સુધારસ. સુધારસનો સમુદ્ર એ અમૃતસાગર. અમૃતનું પાન કરવાથી અમર થવાય છે. જીવ શુક્લધ્યાનમાં પાંત્રીસ મિનિટ સુધી પહોંચતા અમૃતસાગરની દશા પામે છે.
અભેદસ્વરૂપ – ભેદરહિત સ્થિતિ. આત્મસ્વરૂપ સાથેની એકતા.
અરતિ – સંસારમાં અશાતા આપતા પદાર્થોના સંયોગમાં જે ઇતરાજીનો અને અણગમાનો ભાવ અનુભવાય છે તે.
અભેદતા - અભિન્નતા, એકપણું. પ્રભુ અને
ૐની આજ્ઞાના ઉપયોગથી જીવ સ્વાત્મા સાથેના ભેદનો ત્યાગ કરે તે અભેદતા.
અરતિ નોકષાય - ઇન્દ્રિયોને પ્રતિકૂળ વિષયોમાં
મનનો અણગમો થવો તે અરતિ નામનો નોકષાય છે. કારણ કે અકારણ અણગમો તે અરતિ.
અભ્યાખ્યાન - કોઈ જીવમાં જે દોષ ન હોય તે દોષનું આરોપણ કરી, આળ ચડાવી પોતાનો તે વ્યક્તિ માટેનો રોષ વ્યક્ત કરવો તે અભ્યાખ્યાન.
અરિહંતકવચ – શ્રી અરિહંતપ્રભુનાં કલ્યાણનાં પરમાણુના સ્કંધથી ઉત્પન્ન થતું આજ્ઞાકવચ.
અરિહંતપણું – શ્રી તીર્થંકર પદ.
અભ્યાખ્યાન પાપસ્થાનક – પોતાના માનભાવને
પોષવા અને પોતે કરેલા ક્રોધ કષાયનું સત્યપણું દેખાડવા, કોઈ જીવમાં જે દોષ ન હોય તે દોષનું આરોપણ કરી, આળ ચડાવી પોતાનો તે વ્યક્તિ માટેનો રોષ વ્યક્ત કરવો તે અભ્યાખ્યાન. કોઈ જીવ પર અછતા આળ ચડાવવાં તે અભ્યાખ્યાન પાપસ્થાનકનો વિષય છે.
અરિહંત પ્રભુ - અરિ એટલે શત્રુ. હંત એટલે
જેનો નાશ થયો છે તે. અરિહંત એટલે જેમના તમામે તમામ શત્રુઓનો નાશ થયો છે તે. તીર્થંકર પ્રભુને અરિહંત કહેવાય છે કેમકે તેમના સર્વ શત્રુઓ મિત્ર થઈ ગયા છે.
અત્યંતર તપ - અંતરંગથી, મનથી કરાતું તપ.
અરૂપીપણું – જે ચર્મચક્ષુથી દેખાય નહિ તેવું. જુદા જુદા આકાર ધારણ કરવાના ગુણનો અભાવ