________________
પરિશિષ્ટ ૧
ન કરતાં જુદી જુદી અપેક્ષાથી પદાર્થનો વિચાર કરવો. અપકાય – અપ એટલે પાણી. પાણીનું સૂક્ષ્મ રૂપ
જીવનું દેહબંઘારણ થાય છે તે અપકાય. આવા અસંખ્ય જીવો એકઠા મળે ત્યારે પાણીનું એક ટીપું બંઘાય છે.
અપ્રત્યાખ્યાન કષાય - જે કષાયને દબાવવાનો
બળવાન પ્રયત્ન કરવામાં આવે છતાં ઉદિત થતી વખતે તેને દબાવી શકાતાં નથી, તેનો ઉદય થઈને જ રહે છે તે અપ્રત્યાખ્યાની કષાય છે. અપ્રતિબદ્ધ - અલ્પ કે નહિવતુ બંધન કરનાર. અપ્રતિબદ્ધ - અલ્પ કે નહિવતુ બંધન કરનાર. અપ્રમત્તદશા – નિર્વિકલ્પ દશા પ્રમાદરહિત દશા
અપર્યાપ્ત - જન્મ પછીથી જીવ ઇન્દ્રિયાદિ બાંધવાનું શરૂ કરે પણ પૂર્ણ બંધાઈ ન રહે ત્યાં સુધી તે અપર્યાપ્ત કહેવાય છે.
અપ્રમત્તભાવ – પ્રમાદરહિતપણું. અપ્રમત્ત સંયમ - ક્યાંય પણ પ્રમાદ સેવ્યા વિના
આશ્રવ દ્વારોને બંધ કરતા જવા તે અપ્રમત્ત સંયમ. અપ્રશસ્ત ઉપશમ - જે કરણ વડે ઉપશમ વિધાનથી | ઉપશમ થાય છે તેનું નામ પ્રશસ્ત ઉપશમ
છે તથા ઉદયનો અભાવ તેનું નામ અપ્રશસ્ત ઉપશમ છે.
અપરિગ્રહવ્રત - કોઈ પણ પરિગ્રહ (સંસારી પદાર્થ)
ગ્રહણ ન કરવાનો નિયમ તે અપરિગ્રહવ્રત. અપવર્તન - જીવ કર્મ બાંધે છે ત્યારે તેના પ્રદેશ,
અનભાગ. સ્થિતિ અને પ્રકૃતિ નક્કી થાય છે. તે પછી તેની પ્રવૃત્તિ અને પુરુષાર્થ અનુસાર આ કર્મમાં ફેરફાર થયા કરતો હોય છે. જ્યારે જીવનાં કાર્યોથી બાંધેલા કર્મનાં સ્થિતિબંધ અને અનુભાગ બંધમાં ઘટાડો થાય છે ત્યારે તેના કર્મનું અપવર્તન થયું એમ કહેવાય છે. અર્પણતા - પોતાની અંતરંગ માન્યતાને તિલાંજલિ
આપી, કલ્પનાને એકબાજુ કરી, સત્પષ કહે તેમ અને રાખે તેમ રહેવું છે એવી ભાવના કે વૃત્તિ સેવવી તે જીવનો સન્દુરુષ પ્રતિનો
અર્પણભાવ છે. અપૂર્વકરણ - જે કરણમાં પહેલાં અને પાછલાં સમયોના પરિણામ સમાન ન હોય, અપૂર્વ જ હોય, તે અપૂર્વકરણ છે. તે કરણમાં પરિણામ જેવા પ્રથમ સમયમાં હોય તેવા પરિણામ દ્વિતીયાદિ સમયમાં કોઈ પણ જીવને ન હોય, તે પરિણામ વધતાં જ હોય.
અભયદાન - સહુ જીવો સંસારના દુ:ખથી મુક્ત થાય એવા મુખ્ય ભાવ સાથેના કલ્યાણભાવના
પરમાણુઓ આત્મપ્રદેશ પરથી છૂટવા. અભયપણું, ધર્મનું - ધર્મના સાનિધ્યથી સંસારના
ભયોથી મુક્ત થવાય તે. અભવ્ય – અભવી. જે જીવની મુક્તિ સંભવિત
નથી તે. અભવી - જે જીવને મોક્ષમાં જવાનું થતું નથી, તે
અભવી છે. અંતવૃત્તિસ્પર્શ પહેલાં સહુ જીવ
અભવી ગણાય છે. અભવી (નિત્ય) - જે જીવને ક્યારેય મોક્ષમાં
જવાનું થતું નથી, તે નિત્ય અભવી છે.