________________
કેવળી પ્રભુનો સાથ
ચોગરદમ ઘેરી લીધો હતો. કર્મનાં આટલાં બધાં જોરની વચ્ચે પણ તેમણે પ્રભુ આશ્રયે સમતા અને સૌમ્યતા કેળવ્યાં અને રાજપ્રભુને પ્રાર્થના કરી કે,
હે પ્રાણનાથ! મારો મલિન આત્મા હું તમને સોંપું છું. મારામાં શારીરિક, માનસિક, આર્થિક કે આત્મિક વીર્ય ઘટી રહ્યું છે. હું માત્ર તમારો દાસાનુદાસ છું. હું પોતાની જ પૂર્વની અણસમજણ અને વિભાવથી બંધાયેલા કર્મનો ભોક્તા બન્યો છું. હું આ ઊંડું તત્ત્વજ્ઞાન સમજવા માટે મને શક્તિહીન અનુભવું છું. પરંતુ તમારી અને જિનમાર્ગની કૃપાથી મારાં અંતરમાં વિશ્વાસ છે કે હું આ તત્ત્વને કદાચ શબ્દગોચર ના કરી શકું તોપણ એનો અનુભવ જરૂર કરી શકીશ. આ અનુભવ, માત્ર દીન આત્માની પ્રાર્થનાથી, તમારા પરમ આજ્ઞામયી કલ્યાણમાર્ગની સહાયતાથી જ પ્રાપ્ત થશે. મારા મતિજ્ઞાનમાં આ તત્ત્વજ્ઞાન ન હોવા છતાં, મને તમારી કૃપાથી ભેદજ્ઞાનમાં જરૂર આ તત્ત્વ અનુભવાશે. શ્રી રાજપ્રભુ! તમારી પરમ અનુકંપાથી હું મારા મંદ અને હીન ત્રિયોગ (મન, વચન, કાયાના) તથા મલિન આત્માને તમારા ચરણમાં મૂકું છું. આપ અનુકંપા ધારી એ આત્મા અને યોગને શુધ્ધ કરો, કે જેથી હું આ તત્ત્વજ્ઞાનને ભેદજ્ઞાનરૂપે અનુભવી શકું.'
આવી વિનયભરી અને ભક્તિસભર પ્રાર્થનાના નિમિત્તે શ્રી રાજપ્રભુને, તત્ત્વજ્ઞાનરૂપ સાગરનાં પેટાળમાં રહેલ પરમ આજ્ઞારૂપી અમૃતને ભક્તિરૂપી પુરુષાર્થથી મેળવવાનો માર્ગ ખુલ્લો થયો. એમને અંતરંગમાં બળવાન ઉહાપોહ થયો, કે જેના પ્રભાવથી તેઓ આહારક શરીરથી સૌભાગભાઈના આહારક શરીર સાથે મળી, શ્રી સિમંધર સ્વામીની દેશનામાં ગયા. પછી, સૌભાગભાઈના ભક્તિરૂપી પરમાણુઓમાં શ્રી રાજપ્રભુનાં જ્ઞાનરૂપી પરમાણુઓ ભળ્યા, અને તેમને આજ્ઞારૂપી ભાવના, માર્ગ અને તેનું રહસ્ય પ્રાપ્ત થયાં, એ આજ્ઞાનાં રહસ્યને શબ્દમાં ઉતારવા માટે શ્રી અંબાલાલભાઈની ભક્તિએ સથવારો આપ્યો. અને પરમ આત્મરત્નરૂપ, આજ્ઞારૂપી ભેદરહસ્યથી ભરપૂર શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના સં. ૧૯૫રના આસો વદ એકમે થઈ. આ રચનામાં – આ શાસ્ત્રમાં પરમ વીતરાગ માર્ગમાં ગુપ્ત રહેલ ભક્તિની ભાવનાને આજ્ઞાના માર્ગમાં પરિણમાવવાની ચાવી રહેલી છે. સાથે સાથે