________________
સમય માત્રનો પણ પ્રમાદ કર્તવ્ય નથી
મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવ એ સર્વ અપૂર્ણ જ્ઞાનને અને સર્વ અપૂર્ણ દર્શનને કેવળજ્ઞાન તથા કેવળદર્શનના હેતુરૂપ ભેદજ્ઞાન અને ભદદર્શનમાં પલટાવવાનો માર્ગ ગુપ્તપણે રહેલો છે.
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં શ્રી તીર્થંકર પ્રભુની દેશનાના 3ૐ ધ્વનિનો રણકાર છે, કારણ કે એ વાણી ભક્તિસ્વરૂપ નૈયાના આધારથી પરમ શુક્લ, પરમ અમૃતમય અને પરમ તેજસ્વી “આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિ'ના હેતુરૂપ છે. આ રચનાના હાર્દને સમજતાં, ભાવરૂપ સૌથી બળવાન સમવાયને બાકીના ચાર સમવાય – દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ કેવી રીતે અનુકૂળ થાય છે તે સ્પષ્ટ થાય છે. આ પરથી એ નક્કી થાય છે કે ભક્તિ એ આજ્ઞામાર્ગ તથા આત્મિક શુદ્ધિને પરમાર્થિક સિદ્ધિમાં પરિણમાવવા માટે સહેલામાં સહેલો અને ટૂંકામાં ટૂંકો માર્ગ છે. તેનાં કારણો – ૧. ભક્તિ વિનયગુણ પર આધારિત છે. માનરૂપી મહાશત્રુનો નાશ કરવા માટે
તે અપરાજિત શસ્ત્ર છે. ૨. ભક્તિમાર્ગ એ એવો માર્ગ છે કે જેમાં જીવ મનોયોગ, વચનયોગ, અને
કાયયોગને આત્મયોગ સાથે એકત્રિત કરી શકે છે કેમકે ભક્તિમાર્ગમાં જીવ પોતાના સંગુરુનાં સામર્થ્યનું કવચ પહેરી યોગની ભિન્નતાને એટલા કાળ માટે રુંધી શકે છે અર્થાત્ એ પોતાનો પુરુષાર્થ આત્મયોગથી કરે છે. અને આત્મયોગની ભાષા એટલે આજ્ઞા. જ્ઞાનમાર્ગ, ક્રિયામાર્ગ કે અન્ય માર્ગમાં જીવ આત્મયોગ કરતાં મનોયોગ, વચનયોગ કે કાયયોગની મુખ્યતા કરે છે, જેથી તે પાંચ સમવાયમાં ભાવ કરતાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કે ભવને મુખ્યતા
આપે છે. ૩. ભક્તિમાર્ગમાં જીવ પોતાની શક્તિ કરતાં વિશેષ ઊંચા ધ્યેયની ઝંખના
કરે છે તેથી તેનો પુરુષાર્થ વિશેષ થાય છે. પુરુષાર્થ વિશેષ થવાથી એ જીવ સહજતાએ એનાં સર્વ શક્તિ તથા વીર્યને ઉત્કૃષ્ટતાએ ફોરવે છે. તેથી પ્રમાદરૂપી શત્રુ તેને પજવી શકતો નથી. જ્યારે બેય પોતાની શક્તિ
૭૩