________________
સમય માત્રનો પણ પ્રમાદ કર્તવ્ય નથી
આ વચનમાં પ્રભુ પ્રતિનો વિનયભાવ, ઉપકારનો બદલો વાળવાની ભાવના તથા પોતાને પ્રગટેલાં જ્ઞાન તથા દર્શનનો પ્રભાવ જોવા મળે છે. શ્રી સૌભાગભાઈ પર લખાયેલા પત્રો આદિ જોતાં આ ભાવની પુષ્ટિ થયા વિના રહેતી નથી. અને તેનું ઉત્કૃષ્ટપણું અનુભવાય છે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનાં અવતરણનો ભેદ સમજવાથી.
“શ્રી સુભાગ્યને શ્રી અચળ આદિ મુમુક્ષુ કાજ, તથા ભવ્યતિત કારણે, કહ્યો બોધ સુખસાજ”
પરમ હિતકારી અને કલ્યાણના સાગર એવા શ્રી રાજપ્રભુને અત્યંત ભક્તિભાવે કોટિ કોટિ વંદન હો. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર અને તે પહેલાં પ્રેરાયેલાં શ્રી રાજપ્રભુ, શ્રી સૌભાગભાઈ અને શ્રી અંબાલાલભાઈનાં પરમભક્તિ, વિનય અને આજ્ઞાંકિતપણાને પ્રદેશ પ્રદેશથી વંદન હો.
શ્રી રાજપ્રભુએ સં. ૧૯૫૦ના ફાગણ માસમાં છ પદનો પત્ર' (આંક ૪૯૩) પ્રભુશ્રી માટે લખ્યો હતો. એ પત્રમાં તત્ત્વની સમજણ મુખ્યત્વે જ્ઞાનમાર્ગથી આપી છે. આ પત્ર જ્યારે સૌભાગભાઈએ વાંચ્યો ત્યારે એમને એ પત્રનું ઊંડાણ સમજવા માટે ઘર્ષણ વેદવું પડ્યું, કારણ કે એમનો પુરુષાર્થ મુખ્યત્વે ભક્તિમાર્ગ અને વિનય પર આધાર ધરાવતો હતો. અને આ પત્રનાં ભાષા તથા ભાવાર્થ જ્ઞાનમાર્ગ પર આધારિત હતાં. શ્રી સૌભાગભાઈના આત્માને સતત એવું લાગતું હતું કે આ પત્રમાં તત્ત્વની ઘણી ઊંડી જાણકારી છે. જેનાથી એ પોતાના ભક્તિમાર્ગના પુરુષાર્થને આજ્ઞારૂપી મહામાર્ગમાં સંયોજિત કરી શકે, અને શુક્લ પરિણતિમાં વિશેષતાએ એકાગ્ર કરી શકે. તેમણે આ પત્ર ઘણી રીતે અને વારંવાર વાંચવાનો તથા સમજવાનો પ્રયત્ન કર્યો પણ જોઇતો સંતોષ તેમને થયો નહિ. તેથી તેઓ પોતાની મંદ સમજણને અને આત્માને નિંદવા લાગ્યા, તેમણે ગ્લાનિ અને ગમગીની પણ વેદ્યાં. એ ગ્લાનિથી એમને અશાતા થઈ. વળી મોટી વયને કારણે ઇન્દ્રિયોની શક્તિ ઘટતી જતી હતી. આર્થિક મુશ્કેલીનો ભીડો હતો. આમ ચારે બાજુની અસુવિધા સર્જી કર્મરૂપી ચોરોએ એમના આત્માને
૭૧