________________
સમય માત્રનો પણ પ્રમાદ કર્તવ્ય નથી
રીતે આગળ વધતાં સાતમા ગુણસ્થાને રહ્યા રહ્યા તેનું જ્ઞાન સંખ્યાત સમયવર્તી થતું જાય છે, પણ જ્યારે તે છઠ્ઠા ગુણસ્થાને આવે છે ત્યારે તે જ્ઞાન ફરીથી અસંખ્યાત સમયવર્તી થઈ જાય છે. ફરી જ્યારે તે સાતમા ગુણસ્થાને આવે છે ત્યારે તે સંખ્યાત સમયની મર્યાદા ઘટે છે, અને છઢે આવતાં ફરીથી અસંખ્યાત સમયવર્તી બની જાય છે. આમ છઢે સાતમે રમતાં જીવ પોતાનાં સત્તાગત કર્મો ઘટાડે છે, આશ્રવ તોડે છે અને શ્રેણિ શુધ્ધ બને તે માટે વિશેષ આજ્ઞાધીન થતાં શીખે છે, અને આમ કરતાં શ્રુતકેવળીપણું તથા પરમાવગાઢ અધિજ્ઞાન પ્રગટે છે ત્યારે તે ક્ષપક શ્રેણિ માંડવા યોગ્ય પાત્ર બને છે.
આ રીતે પાત્ર બની, પંચપરમેષ્ટિનો સમૂહગત સાથ ગ્રહણ કરી જીવ શ્રેણિની શરૂઆત કરી આઠમા ગુણસ્થાને આવે છે. આ વખતે તે જીવ પંચ પરમેષ્ટિનાં કલ્યાણનાં પરમાણુઓ વિશેષે ગ્રહે છે. તેથી ‘સર્વ સત્પુરુષના કવચ’ના સ્થાને તેને ‘પંચપરમેષ્ટિ આજ્ઞા કવચ' બંધાય છે, જે વિશેષ ઘટ્ટ અને મજબૂત હોય છે. આઠમા ગુણસ્થાને તે જીવ સત્તાગત અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની કષાયોનો નાશ કરવા લાગે છે; અલ્પમાત્રામાં આ કષાયો બાકી રહે ત્યારે તે નવમા ગુણસ્થાને આવી, માત્ર સંજ્વલન કષાયો જ બાકી રાખી, બાકીના સર્વ કષાયો ક્ષય કરે છે. એ આત્મા પૂર્ણ આજ્ઞાધીન હોય તો આ કર્મક્ષય કરવામાં તેને પંચપરમેષ્ટિ આજ્ઞા કવચનો ખૂબ બળવાન સાથ મળે છે. અને તે આત્મા શ્રેણિ માંડતા પહેલાં જે ઉગ્રતાથી આત્મસ્વરૂપની પ્રાપ્તિનો હકા૨ અને સંસારી સ્પૃહાનો નકાર વેદે છે તેના અનુસંધાનમાં તરતમતાએ પંચપરમેષ્ટિ ભગવંતનાં કલ્યાણનાં પરમાણુઓ વિશેષતાએ ગ્રહે છે. આ પરમાણુઓની સંખ્યા જેટલી વધારે તેટલા વિશેષ પ્રમાણમાં તે પોતાનાં અંતરાય તથા જ્ઞાન દર્શનનાં આવરણો ક્ષીણ કરી, પોતાની શુદ્ધિ વધારી, થતાં આત્મદર્શનને વિશેષતાએ અને વિશદતાથી સ્પષ્ટ કરતો જાય છે. એ દ્વારા પોતાનાં જ્ઞાનની જાણકારી સંખ્યાત સમયમાં પણ અલ્પ અલ્પ સંખ્યાની કરતો જાય છે. ૯મા ગુણસ્થાનના અંતભાગમાં સમયની સંખ્યા ઘણી અલ્પ થઈ જાય છે. જે જીવે સાતમા ગુણસ્થાને જ સંખ્યા ઘટાડી નાખી હોય છે તેને શ્રેણિમાં સમયવર્તી સંખ્યા ખૂબ ઝડપથી ઘટતી જાય છે, અને એથી થતી દર્શનની સ્પષ્ટતાને
૩૫