________________
કેવળી પ્રભુનો સાથ
લીધે પ્રત્યેક ગુણસ્થાન ખૂબ ઝડપથી ચડી શકે છે. તે ઝડપ દર્શાવવા શાસ્ત્રમાં કહ્યું છે કે જીવ પ્રત્યેક ગુણસ્થાને જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહુર્ત કાળ રહે છે. આ ઝડપની માત્રા તેના પૂર્વ પુરુષાર્થ તથા વર્તમાન આજ્ઞાધીનપણાને આધારે નક્કી થાય છે. આમ છતાં આ ગુણસ્થાનોએ એટલે કે આઠમા અને નવમા ગુણસ્થાને જીવ મહામંત્રમાં સમાયેલા પ્રત્યેક પરમેષ્ટિના અલગ સાથને ઓળખી શકતો નથી, એટલે કે પ્રત્યેક પરમેષ્ટિના સાથને તે ભિન્નરૂપે અનુભવી શકતો નથી; કેમકે તેનાં જ્ઞાનનું સૂક્ષ્મપણું એ અનુભવ સમજવા જેટલું સમર્થ થયું હોતું નથી. આ વખતે તેનાં જ્ઞાનનું સૂક્ષ્મપણું દશ કરતાં વધારે સમયવર્તી સુધી આવ્યું હોય છે. આ ઉપરાંત બીજું કારણ એ છે કે જ્યાં સુધી જીવને પ્રત્યક્ષ મોહના પુદ્ગલ પરમાણુઓ છે, એટલે કે નવા મોહબંધનો આશ્રવ છે ત્યાં સુધી તેને મોટાભાગે દશથી ઓછી સંખ્યાના સમયનું જાણપણું આવી શકતું નથી.
આઠમા અને નવમા ગુણસ્થાનને વટાવી આત્મા ક્ષપક શ્રેણિના દશમા ગુણસ્થાને આવે છે ત્યારે તે પૂર્વ સંચિત સંજ્વલનાદિ કષાય સાથે સંજ્વલનાદિ સર્વ મોહના પ્રત્યક્ષ પરમાણુઓનો ક્ષય અર્થાત્ નવા આશ્રવનો પણ ક્ષય શરૂ કરે છે ત્યારે તેને દશથી ઓછી સંખ્યાના સમયનું પ્રત્યક્ષ જ્ઞાન આવવાની શરૂઆત થાય છે. એ જ્ઞાનમાં તેને શ્રી અરિહંત ભગવાનના અપૂર્વ સાથનો જુદો લક્ષ આવે છે. અને બાકીના ચાર પરમેષ્ટિનો સાથ તે સમૂહમાં અનુભવે છે. એ આત્મા દશમા ગુણસ્થાને અરિહંત અને અન્ય ચાર પરમેષ્ટિ વચ્ચે પોતાના ઉપયોગને ફેરવે છે. અરિહંતના સાથથી તે કર્મની સ્થિતિ તોડે છે અને બાકીના ચારની સમૂહગત સહાયથી તે કર્મનો જથ્થો તોડે છે.
શ્રેણિનો પુરુષાર્થ કરતી વખતે દશમા ગુણસ્થાને શ્રી તીર્થંકર ભગવાન એમના પૂર્વના સ્વયં કલ્યાણભાવને કારણે મુખ્યત્વે બે સમય જેટલો સૂક્ષ્મ ઉપયોગ રાખી શકે છે, ગણધરજીનો ઉપયોગ ૩ થી ૭ સમયવર્તી હોય છે, અને અન્ય આત્માઓ ૮ થી ૧૦ સમયવર્તી ઉપયોગ રાખી શકે છે. આ પુરુષાર્થ માટેનું સામાન્ય કથન છે. પુરુષાર્થની તરતમતાના આધારે આ સંખ્યામાં ફેરફાર સંભવી શકે છે. શ્રેણિમાં
૩૬