________________
કેવળી પ્રભુનો સાથ
ગુણો ખીલતા જાય છે તેમ તેમ તે જીવ ઊંચા ગુણસ્થાને ચડતો જાય છે. જિનમાર્ગમાં કુલ ચૌદ ગુણસ્થાન શ્રી પ્રભુએ વર્ણવ્યા છે. આ ગુણસ્થાનો બે વિભાગમાં વિભાજિત થાય છે. જીવની આંતરભાવના, પુરુષાર્થ અને યોગના કારણે આ વિભાજન થાય છે. પહેલો વિભાગ ૧ થી ૭ ગુણસ્થાનનો અને બીજો વિભાગ ૮ થી ૧૪ ગુણસ્થાનનો છે. બંને વિભાગમાં પેટાવિભાગો ઘણા છે, પણ પ્રત્યેક વિભાગના પેટાભેદોમાં ઘણું સામ્યપણું રહેલું છે. આ બધાના આંતરભેદો શ્રી જિનપ્રભુએ મુખ્યતાએ ગુપ્ત રાખ્યા છે, કારણ કે તેની સમજણ માટે ઉપયોગની તીક્ષ્ણતા અને સ્વસ્વરૂપની શુદ્ધ અનુભૂતિ હોવી જરૂરી છે. આથી તેની સૂક્ષ્મ સરખામણી કેવળીગમ્ય રાખવી યોગ્ય છે. પણ તે ભેદોની સ્થળ સમજણ લેવાથી જીવને છઠ્ઠા અને સાતમા ગુણસ્થાને શું લાભ થાય છે તેનો આપણને લક્ષ આવે છે.
આજ્ઞારૂપી મહામાર્ગને પ્રાધાન્ય આપી જીવ પ્રમાદને તજે છે, તેમાં તેનો પુરુષાર્થ પ્રત્યક્ષ સદ્ગુરુ, પ્રત્યક્ષ સત્પરુષ, જ્ઞાની પુરુષ તથા આર્ય પુરુષના સાથના આધારે ઘડાય છે. જે જીવ આત્મિક પ્રમાદમાં થાક લાગવાથી સંસારના પ્રમાદને વેદે છે ત્યારે તે જીવનો પુરુષાર્થ માત્ર પંચપરમેષ્ટિ ભગવંતના (અરિહંતથી સાધુસાધ્વી પર્વતના) પરોક્ષ આજ્ઞાના યોગથી થાય છે.
આત્મા સાતમાં ગુણસ્થાનથી શ્રી પંચપરમેષ્ટિ ભગવંતના કલ્યાણના પરમાણુઓ વિશેષતાએ ગ્રહણ કરતાં શીખે છે. એ પરમાણુઓનો અમુક માત્રામાં જથ્થો એકત્ર થાય ત્યારે તેનામાં શ્રેણિ માંડવાની શક્તિ ઉત્પન્ન થાય છે. સામાન્ય રીતે શુક્લધ્યાનમાં પંદર મિનિટે પહોંચ્યા પછી આ શક્તિ કેળવાય છે, એટલે કે જીવની શ્રેણિ માંડવાની પાત્રતા આવે છે. જેમ જેમ તે શુક્લધ્યાનમાં આગળ વધે છે તેમ તેમ તે પંચપરમેષ્ટિ ભગવંતના કલ્યાણનાં પરમાણુ વિશેષતાએ ગ્રહણ કરે છે, એટલું જ નહિ પણ જેમ જેમ તેની સંસારની સ્પૃહા તૂટતી જાય છે, અને આજ્ઞાધીનપણું વધતું જાય છે તેમ તેમ તેનું સંસારી પુણ્ય પરમાર્થ પુણ્યમાં પરિણમે છે, પરમાર્થ પુણ્ય શ્રેણિમાં ઉપકારી થાય એવા પુણ્યમાં પરિણમે છે અને સાથે સાથે તેનાં જ્ઞાન તથા દર્શનનાં આવરણો ક્ષીણ થતાં જતાં હોવાથી તેની માર્ગની જાણકારી વિશેષ વિશદ થતી જાય છે. આ
३४