________________
સમય માત્રનો પણ પ્રમાદ કર્તવ્ય નથી
વધારે પુરુષાર્થ એ આત્માએ તે કર્મોને ખેરવવા કરવો પડે છે. આ ચીકાશના બે પ્રકાર છેઃ ૧. મિથ્યાત્વના કારણે સર્જાતી ચીકાશ અને ૨. ચારિત્રમોહના કારણે સર્જાતી ચીકાશ. આ બંને મોહની ચીકાશના પ્રકાર જુદા જુદા છે.
મિથ્યાત્વ એટલે કે દર્શનમોહનો ગુંદર આત્મપ્રદેશ પર રહે છે, તેના પર અન્ય કર્મનાં પુદ્ગલ પરમાણુઓ રહે છે, અને તેના પર દર્શન તથા ચારિત્રમોહનાં મિશ્રણનો ગુંદર રહે છે. આત્મપ્રદેશને સ્પર્શીને રહેનાર ગુંદર ખૂબ જોરદાર ચીકાશવાળો હોય છે, અને તેનો રંગ ઘેરો કાળો હોય છે. પરપોટાના આકારમાં આ ગુંદર રહે છે. તેના પર કર્મપરમાણુઓ રહે છે અને તેના પર એક બીજા ગુંદરનું પડ થાય છે, જે દર્શનમોહ અને ચારિત્રમોહના મિશ્રણમાંથી બન્યું હોય છે. તેનું બંધારણ ઘેરા ભૂરા રંગના પતલા પારદર્શક પડ જેવું હોય છે. આત્મપ્રદેશ ચારેબાજુથી કર્મપરમાણુઓથી ઘેરાયેલો હોય છે.
દર્શનમોહ તથા અ OOOOOOOOOOO.
oooooooooooooooooo ચારિત્રમોહના કર્મનાં પુદ્ગલ ?
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ગુંદરનું મિશ્રણ પરમાણુઓ COO
O OOOO
આત્મપ્રદેશ દર્શનમોહરૂપી ગુંદર
અજ્ઞાની જીવ શુધ્ધ થવાના આશયથી જ્યારે શ્રી ગુરુનાં શરણમાં જાય છે અને મિથ્યાત્વના ઉદય સાથેના પોતાના આત્માને સદ્ગરનાં શરણમાં મૂકે છે ત્યારે તેની શરણાગતિની ભાવનાની ઉગ્રતાને લીધે સદ્ગરનાં કલ્યાણનાં પરમાણુઓનો સ્પર્શ તેના આત્માને થાય છે. (આકૃતિ(અ) જુઓ). આ કલ્યાણનાં પરમાણુઓનાં મૂળમાં પંચપરમેષ્ટિ ભગવંતના કલ્યાણભાવનાં પુદ્ગલો રહેલાં હોય છે. તે પરમાણુઓ દર્શન તથા ચારિત્રમોહનાં મિશ્રણનાં ઘરમાં પ્રવેશ કરે છે. અને આ કલ્યાણનાં પરમાણુઓના પ્રભાવથી તે મિશ્રણમાં દર્શનમોહ અને ચારિત્રમોહ એમ થર જુદા પડે છે; એટલે કે ઉપરમાં દર્શનમોહનાં પરમાણુઓ એકઠા થાય છે અને નીચેમાં ચારિત્રમોહનાં પરમાણુઓ એકઠા થાય છે. (આકૃતિ(બ) જુઓ).
૧૫.