________________
કેવળી પ્રભુનો સાથ
થઈ જીવ જ્યારે ક્ષયોપશમ સમકિત ગ્રહણ કરે છે ત્યારે તેને કાયમી કહી શકાય એવું ‘પ્રત્યક્ષ સદ્ગુરુ આજ્ઞાકવચ' મળે છે. તે પછી તે જીવ આગળ વધી ક્ષાયિક સમકિત લે છે ત્યારે તેનામાં શ્રી અરિહંતપ્રભુ, કેવળીપ્રભુ તથા શ્રી સિદ્ધપ્રભુથી સિંચાયેલા વિનય અને કલ્યાણભાવથી ભરપૂર સ્કંધો ગ્રહણ કરવાની શક્તિ આવે છે. આવા સ્કંધો જીવ મુખ્યતાએ ક્ષાયિક સમિત લીધા પછી ગ્રહણ કરે છે. અને તે ગ્રહણ કર્યાથી તેનું ‘પ્રત્યક્ષ સદ્ગુરુ આજ્ઞા કવચ’ ‘સર્વ સદ્ગુરુનાં આજ્ઞા કવચ'માં ફેરવાય છે. છઠ્ઠા તથા સાતમા ગુણસ્થાને તેનું કવચ વિશેષ મજબૂત બને છે અને તે ‘સર્વ સત્પુરુષ આજ્ઞા કવચ'ની સ્થિતિ પામે છે. શ્રેણિમાં એટલે કે ૮મા થી ૧૨મા ગુણસ્થાન સુધી જીવને ‘પંચપરમેષ્ટિ આજ્ઞા કવચ' હોય છે. ત્યારે ૧૩મા અને ૧૪મા ગુણસ્થાને આત્મા ‘પંચ પરમેષ્ટિ ૐ આશાકવચ'નો અધિકારી થાય છે.
સંસારનાં પરિભ્રમણથી છૂટવાની ભાવનાથી સદ્ગુરુનાં શરણમાં જઈ તેમની આજ્ઞાએ ચાલવાથી જીવનાં કર્મમાં કેવો અને કેટલો ફેરફાર પ્રત્યેક ગુણસ્થાને થાય છે તે સમજીએ તો પ્રમાદથી થતું નુકશાન અને અપ્રમાદથી થતા લાભનો સ્પષ્ટ લક્ષ આવે છે.
પુદ્ગલ જડ છે. તેમાંનાં સૂક્ષ્મ પુદ્ગલોને જ્યારે વિભાવ કરીને આત્મા પોતા તરફ ખેંચે છે ત્યારે આત્મામાં રહેલી મોહરૂપી ચિકાશ તથા ભિનાશના કારણે એ પુદ્ગલો આત્મા ઉપર કર્મરૂપે ચીટકે છે. જ્યારે અબાધાકાળ પૂરો થતાં કર્મનો ઉદયકાળ આવે છે ત્યારે તે આત્માને ભોગવવારૂપ કર્મ બને છે. આ કર્મ કેટલું ઉગ્ર કે મંદ થશે તેનો આધાર કર્મના આશ્રવની ગતિ તથા ખેંચાતા પુદ્ગલની સંખ્યા પર આધારિત છે. સાથે સાથે આત્મામાં રહેલી મોહાસક્તિ અર્થાત્ મોહરૂપી ભિનાશ પર પણ આધાર રહેલો છે. મન, વચન અને કાયાના યોગ જેટલા બળવાન એટલો આશ્રવ વધારે થાય, વધારે સંખ્યામાં પુદ્ગલો ખેંચાય. પણ તે કર્મનું ટકવાપણું મોહની ભિનાશના આધારે થાય છે. આ ભિનાશથી આત્મપ્રદેશ પર ગુંદર જેવી ચિકાશ જમા થાય છે. જેટલી આસક્તિ વધારે તેટલી ચીકાશ ઘટ્ટ બને છે. અને જેટલી ચીકાશ ઘટ્ટ એટલા જોરથી કર્મનાં પુદ્ગલો તેને ચીટકે છે. જેટલી ચીકાશ વધારે હોય તેટલો
૧૪