________________
કેવળી પ્રભુનો સાથ
શ્રી સદ્ગુરુનાં માધ્યમથી શ્રી પંચપરમેષ્ટિ ભગવંતના જે કલ્યાણનાં પરમાણુઓ જીવને મળે છે તેની મૂળ પ્રકૃતિ ઠંડકવાળી હોય છે. તે જથ્થામાં મુખ્યતાએ સાધુસાધ્વીજીનાં કલ્યાણનાં પરમાણુઓ અને અલ્પતાએ અન્ય પરમેષ્ટિ ભગવંતનાં કલ્યાણનાં પરમાણુઓ રહેલા હોવાને લીધે, તેમાં સંસારનો વૈરાગ્ય અર્થાત્ દ્વેષ ભરાયેલો હોય છે. આ દ્વેષને લીધે એમાં ઠંડકની સાથે ગરમાવો કે ઉગ્રપણું પણ હોય છે. જ્યારે આ કલ્યાણનાં પરમાણુઓ મિશ્રણના થ૨ પાસે પહોંચે છે ત્યારે તેમાનું મિથ્યાત્વ પોતાની પ્રકૃતિ અનુસાર તેને પ્રવેશ કરવા દેતું નથી. પ્રવેશબંધી થવાથી એ પરમાણુમાં રહેલાં દ્વેષનાં પરમાણુઓ ઉગ્નરૂપ ધારણ કરી વિશેષ ગરમ થાય છે. આ ઉગ્રસ્વરૂપી પરમાણુઓ મિથ્યાત્વને હટાવી એ થરમાં જગ્યા કરે છે, મિથ્યાત્વનાં પરમાણુઓ એકત્રિત બની ઘટ્ટ થાય છે તેથી તે થરમાં અમૂક ખાલી જગ્યા થાય છે. તે જગામાં કલ્યાણનાં પરમાણુઓ દાખલ થઈ સ્થિર થાય છે. (આકૃતિ (ક) જુઓ).
કલ્યાણનાં પરમાણુઓ
દર્શનમોહ અને ચારિત્રમોહનું મિશ્રણ
આકૃતિ (અ) :
આકૃતિ (બ) :
આકૃતિ (ક) :
દર્શનમોમાં
કલ્યાણનાં પરમાણુઓ +++
દર્શનમોહ
કલ્યાણનાં પરમાણુઓ
૧૬
ચારિત્રમોહ