________________
સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ
સંવર માર્ગ. ૫. મહાસંવર માર્ગ. ૬. સંવર પ્રેરિત મહાસંવર માર્ગ. ૭. કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગ. ૮. આજ્ઞામાર્ગ પ્રેરિત કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગ.
આમાના પહેલા ચાર માર્ગ અસંજ્ઞીપણામાં આરાધીને જીવ સંજ્ઞી પંચેન્દ્રિય થવા સુધીનો વિકાસ કરી શકે છે, તે આપણે જાણ્યું છે. સંજ્ઞા મેળવીને વિચારશક્તિ જાગૃત થવાથી તે જીવ ઉર્ધ્વગતિ કે અધોગતિમાં જવા યોગ્ય કાર્ય સ્વેચ્છાથી કરી શકે છે. ઉર્ધ્વગતિમાં જવા માટે જીવ આ માર્ગોનો ઉપયોગ કેવી રીતે કરે છે તે આપણે વિચારીએ.
૧. સંજ્ઞી જીવનું સંવર માર્ગનું આરાધન આ માર્ગમાં જીવ સકામ સંવર આરાધે છે. સંજ્ઞાની સહાયથી જીવ આત્મપ્રદેશો પર પુદ્ગલના આહાર, વિહાર અને નિહાર કરે છે. વિહાર એટલે સંવર. સંવર માર્ગમાં સકામ વિહાર થાય છે, અને આહાર તથા નિહાર ઉદયાનુસાર થતા હોય છે. વિહાર કરતી વખતે જીવ આજ્ઞારસરૂપ કલ્યાણનાં પરમાણુઓ પોતાના આત્મા તરફ ખેંચે છે. જેનાથી એના ભાવ એ કલ્યાણનાં પરમાણુના ભાવરસ સાથે સમાન થાય છે. આ કલ્યાણનાં પરમાણુઓને જીવ જ્યારે આજ્ઞારસમાં ફેરવે છે ત્યારે એ આજ્ઞારસ પોતાના પૂર્વના કલ્યાણના ભાવના આધારે પુગલનું સંક્રમણ કરે છે. આ સંક્રમણ એવી રીતે થાય છે કે એ જીવનો અકામ આહાર તથા નિહાર તેને આજ્ઞારૂપી ધર્મ અને આજ્ઞારૂપી તપ તરફ લઈ જાય છે.
સંવર માર્ગમાં જીવ માત્ર કલ્યાણનાં પરમાણુના આજ્ઞારસના આધારે જ શુદ્ધિનો પુરુષાર્થ ઉપાડે છે. જેનાં પરિણામમાં એને ક્રમે ક્રમે આજ્ઞારૂપી ધર્મ અને આજ્ઞારૂપી તપ મળે છે. આ સંવર માર્ગમાં જીવ કલ્યાણનાં પરમાણુના આજ્ઞારસના જોર સુધી જ સકામ પુરુષાર્થ કરી શકે છે. અકામ આહાર તથા નિહારના કારણે એ જીવને કલ્યાણનાં મંદ પરમાણુઓ જ મળે છે. જેથી શુદ્ધિના માર્ગમાં એ કૃત્રિમપણે અને થોડા જ સમય માટે રહે છે. આવો ઘણો કાળ જતાં એ જીવને જોગાનુજોગ પૂર્વ ઋણાનુબંધી સદ્દગુરુ કે પુરુષનો ભેટો થાય છે; તો એ સદ્ગુરુ કે સત્પરુષ એ જીવને સકામપણે
૨૫૫.