________________
કેવળી પ્રભુનો સાથ
માફક એ પુદ્ગલોમાંથી આજ્ઞારસ નીતરે છે અને એ આજ્ઞારસ જીવના શુદ્ધ પ્રદેશો તથા કેવળીગમ્ય પ્રદેશોનો સાથ લઈ, એ જીવના અન્ય અશુદ્ધ પ્રદેશોને, વર્તમાને વેદાતા આજ્ઞારૂપી ધર્મ તથા આજ્ઞારૂપી તપમાં ભાવેલી ઇચ્છાનુસાર વધારે ઊંચા ઉપાદાન પર લઈ જાય છે. આ આજ્ઞારસ જેવો તે જીવના આત્મપ્રદેશો પર રેડાય છે કે તરત જ એ જીવાત્માના આજ્ઞારસના આધારે અશુધ્ધ પ્રદેશો પર લાગેલા પુગલ પરમાણુમાં તેની યોગ્યતા પ્રમાણે સંક્રમણ થાય છે.
સંક્રમણમાં બે પ્રક્રિયા થાય છે. (૧) નવાં શુદ્ધ પરમાણુઓનો આશ્રવ વધે છે, તેથી તે જીવના ગુણોમાં વધારો થાય છે. (૨) જૂનાં કર્મોને યોગ્યતા અનુસાર નિર્જરા માટે તૈયાર કરે છે. આ પરથી આપણને સમજાય છે કે આજ્ઞારસની સહાયથી જીવ પરમાણુઓનો વિહાર કરાવે છે. આ આજ્ઞારસને સક્રિય કરવાની શક્તિ માત્ર સંજ્ઞી જીવમાં જ રહેલી છે, કારણ કે સંજ્ઞાથી જ જીવ ભાવિના ભાવ વર્તમાનમાં કરી શકે છે. આ સંજ્ઞા મનુષ્યમાં સૌથી વિશેષ ખીલે છે તેથી તેને આજ્ઞારસ મેળવવાની શક્તિ સૌથી વધારે હોય છે. આના આધારે જીવ શુદ્ધિના માર્ગમાં કેવી રીતે આગળ વધે છે અને સિદ્ધિરૂપ મેળવે છે તેનો કેટલોક અંદાજ આવી શકે છે.
શુદ્ધિ મેળવવાના પુરુષાર્થમાં આજ્ઞારસરૂપી સિદ્ધિ મેળવવા માટે આજ્ઞા એક સાથીનું કાર્ય કરે છે. સંજ્ઞારૂપ સિદ્ધિ મળ્યા પછી જો જીવ અવળો ચાલે તો નરકનાં ભયંકર દુ:ખ ભોગવવા પડે તેવાં પાપ, તથા અસંજ્ઞી એકેંદ્રિય થવા સુધીનાં પાપ કર્મ બાંધે છે અને પોતાનો અનંત સંસાર વધારે છે. જો તે સવળો ચાલે તો પૂર્ણ શુદ્ધ થવાની સિદ્ધિ પણ મેળવે છે. આમ જોતાં સંજ્ઞા આવતાં જીવ માર્ગના ત્રિભેટે આવી ઊભો રહે છે. જે માર્ગે જાય તે માર્ગનું ફળ તે મેળવે છે.
સંજ્ઞાનો સદુપયોગ કરી, શુદ્ધિ વધારી આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરવા માટે પ્રભુએ સર્વોત્કૃષ્ટ એવા ભક્તિમાર્ગના આઠ પ્રકાર જણાવ્યા છે. તેમાં એક પછી એક ચડતા ક્રમમાં આરાધન કરી જીવ પૂર્ણતા પ્રતિ આગળ વધતો જાય છે. આ આઠ માર્ગ છે. ૧. સંવર માર્ગ. ૨. નિર્જરા માર્ગ. ૩. સંવર પ્રેરિત નિર્જરા માર્ગ. ૪. નિર્જરા પ્રેરિત
૨૫૪