________________
કેવળી પ્રભુનો સાથ
આજ્ઞારૂપી ધર્મ અને આજ્ઞારૂપી તપથી શુદ્ધિ કરવાનો પુરુષાર્થ કરતાં શીખવે છે. આ શીખથી એ જીવ શુદ્ધિ મેળવવાના બીજા માર્ગ તરફ જાય છે, અને પુરુષાર્થ આદરે છે.
૨. સંજ્ઞી જીવનું નિર્જરા માર્ગનું આરાધન આ માર્ગમાં જીવ નામ પ્રમાણે નિર્જરાના કાર્યને સકામ કરે છે. નિર્જરા એટલે કર્મનો નિહાર. સંવર માર્ગથી મળેલી શુદ્ધિના પ્રતાપે જીવને કલ્યાણનાં પરમાણુઓની ભેટ મળે છે, એ પરમાણુઓમાંથી એ આજ્ઞારસરૂપ સુવાહકને (conductor) મેળવે છે. તેની સાથે મંદ આજ્ઞારૂપી ધર્મ તથા તપ તરફ પહોંચવાની યાત્રામાં જ્યારે સત્પરુષરૂપ ભોમિયો માર્ગ ચીંધે છે ત્યારે એ માર્ગમાં એની ગતિ તથા સરળતા અસંખ્યાતગણી શુદ્ધ થાય છે. તે સત્પરુષ પ્રતિ તેને પ્રેમ, શ્રદ્ધા અને પ્રાથમિક અર્પણતા ઉપજતાં જીવ એ આજ્ઞારસમાં વધારે ઊંડો ઊતરે છે. આ ઊંડાણના અનુભવથી એ જીવને આજ્ઞારૂપી ધર્મની પ્રાપ્તિ કરવી વધારે ઇચ્છનીય લાગે છે. આ ઇચ્છાથી સંજ્ઞી જીવ ભવિષ્યને લગતા ભાવ વર્તમાનમાં કરે છે, અને પરમાર્થ લોભથી કર્મક્ષયના કારણમાં ચંચૂપાત કરે છે. પરમાર્થ લોભના સેવનથી જીવ વધારે શુદ્ધ કલ્યાણનાં પરમાણુઓને તીવ્ર ગતિથી પોતા તરફ ખેંચે છે, અને એવી જ ગતિથી તેને આજ્ઞારસરૂપ સિદ્ધિમાં પલટાવે છે. આજ્ઞારસ અને પરમાર્થ લોભમાં વધારે નિમગ્ન થવાથી એને સપુરુષ પ્રતિ વધારે ઘેરા શુભભાવ નીપજે છે. આ ક્રિયાના આશ્રયે જીવ વધારે ને વધારે શુધ્ધ કલ્યાણનાં પરમાણુઓને આજ્ઞારસરૂપે ફોરવે છે; તે દ્વારા પુરુષ પ્રતિનાં પોતાનાં પ્રેમ, શ્રદ્ધા તથા અર્પણતાને વધારતો જાય છે.
આ ઉપરાંત જીવ પ્રાર્થના, તથા ક્ષમાપનાના સાધનથી પોતાની શુદ્ધિ વધારે છે. આજ્ઞારૂપી ધર્મની સુખબુદ્ધિને માણવામાં એ જીવને પોતાનાં જ પૂર્વસંચિત અંતરાય કર્મ બાધા કરે છે. આ બાધાથી જીવને દ્વેષ થાય છે. આ દ્વેષરૂપી મિથ્યાત્વ સંસારરાગરૂપી મિથ્યાત્વનો ક્ષય કરવા જીવને પ્રેરણા આપે છે. જીવને અનુભવ થાય છે કે તેને જોઈએ છે આજ્ઞારૂપી ધર્મ, પણ અંતરાયની બાધા તેને એ સુખ માણવા દેતી નથી. તેથી તે
૨૫૬