________________
કેવળી પ્રભુનો સાથ
એકેન્દ્રિય જીવ પાળી શકતા નથી, તેથી એ જીવો એકેંદ્રિયપણે અનંતકાળ સુધી પણ રહે છે, એકેંદ્રિય જીવોએ સત્તાગત કર્મોને વિપાકરૂપ આપી, ભોગવીને જ નિવૃત્ત કરવા પડે છે, તેમ કરતાં અનંતકાળ વહી જાય તો પણ નવાઈ લાગે નહિ. તેઓ આયુષ્યની પૂર્ણતા થતી હોય તે વખતે શ્રી સત્પુરુષના આશ્રયથી અને સહાયથી સંવર માર્ગ આરાધે તો જ પ્રગતિ કરી શકે છે, તે સિવાય અન્ય કોઈ પણ રીતે તેમની પ્રગતિ થઈ શકતી નથી. ઝડપી વિકાસ કરવા માટે જીવને એક કરતાં વિશેષ સાધનોની જરૂરત રહે છે.
૩. સંવર પ્રેરિત નિર્જરા માર્ગ
પાંચમી ઇન્દ્રિય છે કર્મેન્દ્રિય. આ ઇન્દ્રિય જીવને સૌથી છેલ્લી મળે છે. જીવ જ્યારે અમુક કાળ સુધી અને અમુક તીક્ષ્ણતાથી સંવરમાર્ગ તથા નિર્જરામાર્ગને સેવે છે, ત્યારે તેને પુરુષાર્થના એક ભાગને લગતું સ્થૂળ સાધન પ્રાપ્ત થાય છે, એ છે ‘કાન’. કાન દ્વારા જીવ સ્થૂળતાથી શ્રુતિ કરી શકે છે. આ સ્થૂળ શ્રુતિ કરવાથી એ જીવના પુરુષાર્થમાં વૃદ્ધિ થાય છે. જીવ જ્યારે પાંચમી ઇન્દ્રિય ‘કાન’ મેળવે છે ત્યારે તેને સંવરમાર્ગ તથા નિર્જરા માર્ગ સાથે ‘સંવર પ્રેરિત નિર્જરા માર્ગ’ અને ‘નિર્જરા પ્રેરિત સંવરમાર્ગ' ની પ્રાપ્તિ થાય છે. સંવર પ્રેરિત નિર્જરા માર્ગમાં જીવને સૂક્ષ્મ શ્રુતિ સાથે સ્થૂળ શ્રુતિ પણ મળી શકે છે. એ શ્રુતિ મારફત એ જીવને સત્પુરુષના કલ્યાણભાવનો સ્પર્શ વધારે હકારાત્મક વલણથી પામવાની સંભાવના થાય છે.
પ્રત્યેક સત્પુરુષનો કલ્યાણભાવ તેમનાં દેહના અમુક ભાગમાંથી વધારે નીકળે છે. ઉદા. હાથ, કપાળ, ચક્ષુ વગેરે. પરંતુ જે સત્પુરુષો પંચપરમેષ્ટિ પદમાં સ્થાન પામ્યા હોય કે પામવાના હોય તે પુરુષોના આખા દેહમાંથી ન્યૂનાધિકપણે કલ્યાણભાવ પ્રસરતો હોય છે. તેમાં પણ ભાવિ અરિહંત, ભાવિ ગણધર, પદવીધારી પરમેષ્ટિ અને આચાર્ય મુખ્ય છે. આ બધા આત્માઓની સંખ્યાનો સરવાળો સર્વ સત્પુરુષોની સંખ્યા કરતાં ઘણો નાનો હોય છે. આ સહુનો કલ્યાણભાવ મુખ્યતાએ મુખમાંથી (તેમાં પણ રસનામાંથી), આંખમાંથી, આજ્ઞાચક્રમાંથી વહેતો હોય છે. આ કલ્યાણભાવમાં
૨૦૬