________________
સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ
તે જીવ વિપાક ઉદયના ગમાના કારણે મોહનીય કર્મથી ઉપજતી અંતરાયનાં કા૨ણે પોતાને ઉદિત કર્મથી, શુભ નિમિત્ત હોવા છતાં છૂટકારો અપાવી શકતો નથી. બીજી બાજુ શુભ ઉદયની શાંતિ માટે પણ તેને અપેક્ષાએ ૫રમાર્થ લોભ થાય છે. આ દ્વિતીય લોભને લીધે એ જીવ અનુદિત કર્મો માટે, સત્તાગત કર્મો માટે સહજતાએ નકાર કરે છે. એટલે કે જેનો ઉદય નથી અને જે ભાવિમાં ઉદિત થવાનાં છે તેવાં કર્મો માટે તે અપ્રગટ ધિક્કાર અનુભવે છે. તેથી ભાવની જગ્યા થવાથી, તેનામાં શુભ નિમિત્ત પ્રત્યેનો પરમાર્થ લોભ અને વર્તતા વિપાક ઉદયનો લોભ બંને સાથે પ્રવર્તે છે. આ કારણથી એ જીવ સંવર નથી કરતો પણ પ્રદેશોદયથી ભાવિના વિપાક ઉદયની નિર્જરા કરે છે.
કરેલા આ પુરુષાર્થનું ફળ શું હોય ? આ જીવ પૂર્વના ઋણાનુબંધને લીધે સત્પુરુષ પ્રત્યે શ્રદ્ધા કરે છે. આ શ્રદ્ધા થાય છે ત્યારે આયુષ્ય કર્મના ઉદયને કારણે તેનો વિપાક ઉદય પ્રતિનો લોભ ચાલુ રહે છે; વળી, ઋણાનુબંધને કા૨ણે તે પરમાર્થ લોભ પણ કરે છે, અને એ જીવ આ બંને પ્રકારના લોભને એકસાથે પ્રવર્તવા દે છે. આ રીતે તે જીવ અપેક્ષાએ પોતાની ઇન્દ્રિયો અને આત્માને એ નિમિત્ત પ્રત્યે કેંદ્રિત કરે છે. આમ અતિ અલ્પ માત્રામાં તેનું મનુષ્યત્વ કેળવાય છે. મનુષ્યત્વ કેળવાયા પછી તે જીવ એ સત્પુરુષનાં નિમિત્ત પ્રતિ સ્મ્રુતિ કરે છે, જેનાથી તેને ભાવિના વિપાક ઉદય માટે સૂક્ષ્મ નકાર વેદાય છે. આ ત્રણ કારણોથી એ જીવ સત્ક્રમ ક૨ી પ્રદેશોદયથી કર્મને નિર્જરાવે છે. આમ નિર્જરામાર્ગમાં પુરુષાર્થનો ક્રમ શ્રદ્ધા, માનવતા, શ્રુતિ અને શ્રમ એ પ્રકારે રહે છે.
નિર્જરા માર્ગ સંવર માર્ગ સાથે ઓછામાં ઓછી બે ઇન્દ્રિયો મેળવ્યા પછી જ પ્રવર્તે છે, કેમકે આ દ્વિતીય ભાવ માટે જીવને ઓછામાં ઓછી બે ઇન્દ્રિયોની જરૂર રહે છે. નિર્જરા માર્ગની સહાય મળવાથી, બે ઇન્દ્રિયપણું મેળવ્યા પછી જીવને માત્ર સંખ્યાતકાળ માટે જ ત્રસકાયની પ્રત્યેક ઇન્દ્રિય સાથે રહેવાનું થાય છે, અર્થાત્ જીવ બે ઇન્દ્રિયપણે, ત્રણ ઇન્દ્રિયપણે, ચાર ઇન્દ્રિયપણે સંખ્યાતકાળ સુધી જ રહે છે, અને મળતાં નિમિત્તાનુસાર પ્રગતિ કે અધોગતિ પામે છે. આ નિર્જરા માર્ગ કોઈ પણ
૨૦૫