________________
સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ
સંવર – નિર્જરાનો પરમ માર્ગ સિંચાયેલો હોય છે. આ કલ્યાણભાવથી સર્વ સપુરુષોનું સમાનપણું સર્જાય છે. અને તે કલ્યાણભાવ દ્વારા સર્વ સપુરુષોનું આજ્ઞાકવચ રચાય છે.
સંવર તથા નિર્જરા માર્ગમાં જીવનો મુખ્ય પાયો શ્રદ્ધા છે, કારણકે તેની શ્રુતિ સૂક્ષ્મ છે. એક જીવ સંવર તથા નિર્જરા માર્ગને ભજતા ભજતા પાંચમી કર્મેન્દ્રિય પામે છે, તે વખતે જ્યારે તે વિપાક ઉદયે સંવરમાર્ગમાં સપુરુષના કલ્યાણભાવનો સ્પર્શ પામે છે ત્યારે કોઇકવાર એ કલ્યાણભાવ મેળવતી વખતે એમના કલ્યાણકારી શબ્દો પણ સાંભળે છે. આ શબ્દોમાં તે કોઇક અપૂર્વતા વેદે છે. આ વેદકતા તેના માટે પહેલી વખતની હોય છે. આવા કલ્યાણકારી શબ્દો એના કાન પર પડે છે ત્યારે તે જીવનો સૂક્ષ્મ હેતુ હોય છે સંવરમાર્ગ દ્વારા વિપાક ઉદયને ખપાવવાનો. પણ જ્યારે આ પુદ્ગલ શબ્દો તેના કાન પર પડે છે ત્યારે એ કલ્યાણનાં સ્થૂળ પરમાણુઓમાં એ જીવને અપેક્ષાએ શાંતિ વેદાય છે, જે અતિ અલ્પ કાળ માટે એને એના સંસારલોભનો નકાર કરાવે છે. પરિણામે તેને પરિભ્રમણ કરાવનાર પોતાનાં સત્તાગત કર્મથી છૂટવાની ઇચ્છા અતિ સૂક્ષ્મપણે થાય છે. તેથી તે જીવ પોતાનાં અમુક સત્તાગત કર્મોની પ્રદેશોદયથી નિર્જરા કરે છે. આમ તેણે જે પુરુષનું શરણું સંવર કરવા લીધું હતું, તે શરણ કન્દ્રિયના સાધનના સાથથી નિર્જરા પણ આપે છે. માટે આ માર્ગનું નામ છે “સંવર પ્રેરિત નિર્જરા માર્ગ'.
આ માર્ગમાં જીવનો પુરુષાર્થ કઈ રીતે થાય છે? આ માર્ગનું બીજ શ્રુતિ છે. એ શ્રુતિ પર જીવને સંવરમાર્ગના હેતુથી શ્રદ્ધા ઉપજે છે. આ શ્રદ્ધાથી તેને અસ્પષ્ટ લક્ષ થાય છે કે આમાં કંઇક અપૂર્વતા છે, માટે તે નિર્જરા કરી શકે છે. આ માર્ગનો પુરુષાર્થ છે શ્રુતિ, શ્રદ્ધા, માનવતા કે મનુષ્યત્વ અને શ્રમ.
આ પરથી સમજાયું હશે કે આ માર્ગમાં જીવ પોતાના સંવરમાર્ગ પ્રેરિત કલ્યાણભાવના હકારથી કર્મની નિર્જરા કરતો જાય છે. પરંતુ તે જીવનો ઉપયોગ એવો નથી હોતો કે તે સંવર તથા નિર્જરા બંને કરી શકે. તે જીવે સંવર કરવાના અવ્યક્ત
૨૦૭