________________
કેવળી પ્રભુનો સાથ
સંજ્ઞા તમારાં ભાવેલાં કલ્યાણમય શુદ્ધિ તથા સિદ્ધિનાં કારણ બને એ જ આશીર્વાદ માંગી આરાધન શરૂ કરીએ છીએ.
કલ્યાણપ્રેરિત મહાસંવર અગર સંવર પ્રેરિત મહાસંવરના માર્ગમાં આજ્ઞાધીનપણે જે વ્યસ્ત રહે છે તેવા શ્રી અરિહંત પ્રભુને પરમ ભક્તિભાવે, પરમ વિનયી બની, માત્ર આજ્ઞાભક્તિરૂપ ચમત્કારને ક્ષણે ક્ષણે, સમયે સમયે માણવાની અભિલાષાથી આજ્ઞા લઈ સવિનય વંદન કરીએ છીએ.
આત્મિક શુદ્ધિનો માર્ગ એ પરમાર્થિક સિદ્ધિથી શરૂ કરી, સર્વોત્કૃષ્ટ સિદ્ધિ સુધી વિસ્તરે છે. પરમાર્થિક સિદ્ધિ મેળવવા માટે જ્યારે આત્મા વીતરાગી બને છે, ત્યારે તેની દરેક ચેષ્ટા આજ્ઞા આજ્ઞામાંથી તથા નિર્ગથ આજ્ઞામાંથી પસાર થઈ, નિર્વાણ આજ્ઞા અને પરિનિર્વાણ આજ્ઞાને માણી, સિદ્ધ આજ્ઞામાં સ્થિર થાય છે. સિદ્ધઆજ્ઞા એ આજ્ઞામાર્ગનો સાદિ અનંત ધુવકાંટો છે. આજ્ઞા એ સાધક જીવ માટે ધુવકાંટો હોવાથી, એ આજ્ઞાને જીવ જેટલા અંશે આજ્ઞા આજ્ઞામાર્ગમાં, નિગ્રંથ આજ્ઞામાર્ગમાં, નિર્વાણ આજ્ઞામાર્ગમાં અને પરિનિર્વાણ આજ્ઞામાર્ગમાં ખીલવે છે, તેટલા અંશે એ જીવ પરમાર્થિક સિદ્ધિમાંથી સર્વોત્કૃષ્ટ સિદ્ધિ તરફ પ્રયાણ કરતો જાય છે. આ સર્વોત્કૃષ્ટ સિદ્ધિ માટે જીવે આજ્ઞા આજ્ઞામાર્ગના, નિર્ગથ આજ્ઞામાર્ગના, નિર્વાણ આજ્ઞામાર્ગના અને પરિનિર્વાણ આજ્ઞામાર્ગના પુરુષાર્થમાં આત્મિક શુદ્ધિનાં પુરુષાર્થને સર્વોત્કૃષ્ટ શુદ્ધિના પુરુષાર્થમાં પરિણમાવવો પડે છે. એ પુરુષાર્થમાં માત્ર આત્મિક જવાબદારીને આજ્ઞાધીનપણે પૂર્ણ નથી કરવાની, પરંતુ વ્યવહાર પરમાર્થને સિદ્ધિ પુરુષાર્થરૂપ સિદ્ધિ આજ્ઞામાં પરિણમાવવાની છે. આ આત્મિક શુદ્ધિને સર્વોત્કૃષ્ટ શુદ્ધિરૂપ આજ્ઞાસિદ્ધિ માર્ગમાં પરિણમાવવાની પ્રક્રિયા એ “સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ' વિષયનો મુખ્ય હેતુ છે.
જીવ જ્યારે આત્માને શુદ્ધ કરવાનો સકામ પુરુષાર્થ આદરે છે ત્યારે તે શ્રી પ્રભુ તરફથી સંવરમાર્ગની જાણકારી મેળવે છે. તેમાં જીવ પહેલા સકામ સંવર કરે છે અને આશ્રવને નબળો કરે છે. જીવ આ કાર્ય મુખ્યતાએ પ્રાર્થનાના બળથી
૧૮૦