________________
સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ
કરે છે. પ્રાર્થનાથી યોગ્ય શક્તિ મેળવી, સંવરના પુરુષાર્થને અકામ કરી, નિર્જરાને સકામ પુરુષાર્થમાં પરિણમાવે છે. આ કાર્ય જીવ અલ્પાંશે પ્રાર્થનાથી, મુખ્યાતાએ ક્ષમાપનાથી અને થોડા અંશે ધ્યાનથી કરે છે. આમ કરતાં કરતાં તે આત્મિક પ્રગતિનાં પગથિયાં ચડતો જાય છે, અને સંવર તથા નિર્જરા વચ્ચેના તફાવતને ઘટાડતો જાય છે. છેવટે તે પૂર્ણ શુદ્ધ થાય છે.
આવો પુરુષાર્થ કરનારા અનંત જીવોમાંથી કોઈ વિરલા જીવને જ આ પ્રક્રિયા કરતાં સકામ સંવર પછી સકામ નિર્જરા આવે છે. આ વારાફરતી થતા પુરુષાર્થમાં તેને મંદતા લાગે છે, સાથે સાથે તેને મંદતાએ કે મધ્યમ અવસ્થાએ લોકકલ્યાણના ભાવ અજ્ઞાનદશામાં પણ વર્તતા રહે છે, તેવા જીવનો ઉપયોગ અન્ય જીવો કરતાં સહજતાએ વધારે તીક્ષ્ણ હોય છે. આ ગુણ જીવને એવી શક્તિ આપે છે કે જ્યારે તે જીવ સકામ સંવર કરે છે અને સકામ નિર્જરાની તૈયારી કરે છે ત્યારે તે જીવ પૂર્વની ઉપયોગની તીક્ષ્ણતાની સહાયથી સકામ નિર્જરા શરૂ કરી શકે છે. આગળ વધતાં તે જીવ સકામ સંવર અને સકામ નિર્જરા એક સાથે કરી શકે છે, આ છે મહાસંવર માર્ગની શરૂઆત. તે પછી વિકાસ કરી તે જીવ જ્યારે છઠ્ઠા સાતમા ગુણસ્થાને આવે છે ત્યારે તેની અંતરંગ સમજ વધી હોવાથી તેનો સંસારનો મોહ ઘટતો જાય છે, તેથી તે જીવ પોતાના ઉપયોગને વધારે એકાગ્ર કરી સકામ મહાસંવરના માર્ગને અનુસરતો થાય છે. આ રીતે મહાસંવરના માર્ગને અનુસરનારા જીવો જો અનંત હોય તો, એમાંના ગણ્યાગાંઠયા વિરલા જીવો જ કલ્યાણપ્રેરિત મહાસંવરના માર્ગને અનુસરતા હોય છે. બીજા બધા જીવો માત્ર સંવર પ્રેરિત મહાસંવર માર્ગને અનુસરતા રહે છે. સમજવાનું એ છે કે જીવ પહેલા સંવર માર્ગમાં, પછી મહાસંવર માર્ગમાં, અને તે પછી સંવર પ્રેરિત મહાસંવર અથવા કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગમાં સરે છે. આ બે ભાગ જીવની લોકકલ્યાણની ભાવનાના ભેદને લીધે પડે છે, અને તેથી જીવનો પુરુષાર્થ પણ અલગ હોય છે.
ભક્તિથી ભરેલા આજ્ઞામાર્ગમાં જીવ કર્મની સ્થિતિ, જથ્થો, રસ (અનુભાગ) ની તરતમતા પ્રમાણે જુદા જુદા આઠ માર્ગનો ઉપયોગ કરે છે, એને પ્રત્યેક માર્ગના
૧૮૧