________________
પ્રકરણ ૧૬ સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ
અનહદ ધ્વનિ તથા ૐ ધ્વનિની આજ્ઞામાં સતત પોતાના યોગને પ્રવર્તાવવાનો મહાદુષ્કર તથા પરમ ગંભીર શુદ્ધિનો સકામ પુરુષાર્થ કરનાર શ્રી અરિહંત પ્રભુને કોટિ કોટિ વંદન હો.
આજ્ઞાની આજ્ઞામાં પોતાનાં રત્નત્રયની આરાધનાના આરાધક તથા બોધક એવા શ્રી ગણધરાદિ આચાર્યજીને પરમ વિનય અને આભારથી વંદન હો.
આજ્ઞારૂપી જ્ઞાન, દર્શન તથા ચારિત્રને એકત્રિત કરવાના અભિલાષી તથા આજ્ઞારૂપી પરમાર્થ લોભની વચનબળથી વૃદ્ધિ કરનાર શ્રી ઉપાધ્યાયજીને વંદન હો.
વચનબોધ અને પૂર્ણ વિનયના પુરુષાર્થને પરમ અહોભાવથી ગ્રહણ કરી યથાર્થ સકામ પુરુષાર્થ કરી, પોતાનાં ચારિત્રને ખીલવી, ઉત્તમ શિષ્ય બનવાના પુરુષાર્થી શ્રી સાધુસાધ્વીજીને વંદન હો.
આ સર્વ પદનાં ઉત્તમ ઉદાહરણ અને પરમ સકામ આજ્ઞારૂપી રત્નત્રયના સતત માણનારા, તેમજ આજ્ઞાધર્મ અને આજ્ઞાતપનાં સ્વભાવસુખ, કેવળજ્ઞાન તથા કેવળદર્શન પ્રતિ પરમ વીતરાગી, અડોલ, સિદ્ધિ તથા શુદ્ધિનાં પરમ ધારક એવા શ્રી સિદ્ધ પ્રભુજીને અન્ય પરમેષ્ટિ ભગવંતની આજ્ઞાથી તથા સહાયથી યથાર્થ સિદ્ધિ તથા શુદ્ધિ મેળવવા વંદન હો, વંદન હો.
અહો ! શ્રી પંચપરમેષ્ટિ ભગવંત! તમારા કરુણાના ધોધથી જે શુદ્ધિ તથા સિદ્ધિ પ્રાપ્ત થાય છે તે અનન્ય છે. તમારા પરમોત્તમ કલ્યાણભાવના આધારે, તેમજ તેને ગ્રહણ કરવાથી અમને પાંચ ઇન્દ્રિય તથા સંજ્ઞા પ્રાપ્ત થયાં છે. આ પાંચે ઇન્દ્રિય તથા
૧૭૯