________________
જો જિનદેવડી સેવ કરે જગ, તાજિનદેવસો આપ નિહારે, જો શિવલોક બસે પરમાતમ તાસમ આતમ શુદ્ધ વિચારે; આપમેં આપ લખે અપનો પદ, પાપ » પુણ્ય દુર્ નિરવારે, સૌ જિનદેવકો સેવક હૈ જિય, જો ઇહિ ભાંતિ ક્રિયા કરતારે.
- જિનધર્મ પચીસિકા.
આ જગતમાં જે જિનદેવની ઉપાસના કરે છે તે જિનદેવ સમાન પોતાનું આત્મસ્વરૂપ છે એમ જાણે છે. પોતાનો આત્મા મુક્તિને વિશે વિરાજતા એવા સિધ્ધ પરમાત્મા સમાન શુદ્ધ છે એમ વિચારે છે, પોતાના આત્માને આત્મારૂપ જ જાણે છે, આત્મસ્વરૂપને જ પોતાનું પદ માને છે અને તેથી ભિન્ન એવા પાપ પુણ્યના દ્વન્દ્રને ત્યાગે છે. આ પ્રકારની ક્રિયા જે જીવો કરે છે તે જ વીતરાગદેવના સાચા સેવક છે.