________________
કેવળી પ્રભુનો સાથ
કિલ્લાને ભસ્મીભૂત કરે છે. વળી કર્મ બાળવા માટે જીવને મહાસમર્થ કરનાર સંતની શીખ વગર કિલ્લા ફરતી આગઝરતી ખાઈ ખોદાતી નથી, તેથી કર્મો જીવ પર સવાર થઈ તેને ડૂબાડે છે. અને જ્યાં સુધી લોકસંજ્ઞા હોય છે – લોકોને રીઝવવાની વૃત્તિ હોય છે ત્યાં સુધી આત્મા કરતાં સંસારને વધુ મહત્ત્વ અપાતું હોવાથી તેને પુરુષનું શરણ યથાર્થરૂપમાં મળતું ન હોવાથી છત્રછાયારૂપ રક્ષણ મળતું નથી, પરિણામે જીવ લોકારો – લોકના અગ્રભાગમાં અર્થાત્ સિદ્ધભૂમિમાં શુદ્ધ થઈને જઈ શકતો નથી. લોકસંજ્ઞાના ત્યાગ વિના શુધ્ધ થવા માટે વૈરાગ્યથી વીતરાગતા સુધીનો જરૂરી ભાવ મળતો નથી, અને જીવનો વિકાસ રુંધાઈ જાય છે.
માટે લોકસંજ્ઞાને સાચા રૂપે છોડી પ્રભુનું છત્ર રક્ષણ પામવું, લોકસંજ્ઞા છૂટતાં સંતની વાત યથાર્થ સમજાવાથી કર્મનું દહન કરનાર ખાઈ ખોદી શકાય છે, સંત્સગરૂપી કિલ્લામાં આત્માને સુરક્ષતિ કરી, સત્સંગના ઉત્તમ સાધનથી આગમનાં ગૂઢાર્થ પામી સંસાર તરવા માટે સાચી સમજણ રૂપ આસન મેળવવું અનિવાર્ય છે.
આ સમજણથી સ્પષ્ટ થશે કે શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનું યથાર્થતાએ આરાધન કરવાથી આત્માને એક પછી એક સિદ્ધિ મળતી જાય છે. આ રીતે ઉત્તમ સિદ્ધિ મેળવવા શ્રી પંચપરમેષ્ટિ ભગવંતને આપણે પ્રાર્થીએ કે,
“કરુણાસાગર શ્રી પંચપરમેષ્ટિ ભગવંત! તમારી અસીમ કૃપાથી સત્યતાએ તમારું આરાધન કરી, ક્રમથી આત્મવિશુદ્ધિ કરતાં કરતાં અમે એક પછી એક પરમાર્થિક સિદ્ધિને મેળવતા જઈએ, એ જ માગીએ છીએ. તે પ્રાપ્તિ કરવામાં વિઘ્નરૂપ થતા અમારા ભૂતકાળના કે વર્તમાનકાળના સર્વ દોષોની પશ્ચાત્તાપ પૂર્વક ક્ષમા માગી અહોભાવથી વંદન કરી છીએ.”
ૐ શાંતિઃ
આ રીતે “આજ્ઞારૂપી ધર્મ અને તપના સંચાલક” એવા શ્રી પંચપરમેષ્ટિ ભગવંતને ભક્તિભાવથી નમસ્કાર કરી, દોષની ક્ષમા માગી, આત્મવિશુદ્ધિની પૂર્ણતાની ભાવના કરવી જરૂરી છે.
૧૭૬.