________________
આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિ
અને મોહનીયને ક્ષીણ કરવા પ્રવૃત્ત બને છે. આ યોગ મેળવવા માટે પરકલ્યાણમાં પ્રવીણ એવા ઉપાધ્યાયજીના આર્માચરણની માંગણી કરી અઘાતી કર્મથી છૂટવાનો પુરુષાર્થ શરૂ કરે છે, સાથે સાથે સમસ્ત સાધુસાધ્વીજીની જિનભક્તિમાં જે અતિશુધ્ધ ભાવે લીનતા છે તેની ઇચ્છા કરી અઘાતીના બંધનથી બચવા માગે છે. અને આ પણ ન હોય તો કંઈ માગવાની ઇચ્છા પણ રાખી નથી. આમ શ્રી રાજપ્રભુએ પંચા પરમેષ્ટિનાં ઉત્તમ કાર્યને તેમની લાક્ષણિકતા બતાવી ઉતરતા ક્રમમાં ઇચ્છા કરી છે. સાધુસાધ્વીજીની કક્ષાથી કોઈ નીચેની કક્ષા તેમને કોઈ રીતે માન્ય નથી. કારણ કે તેથી નીચેની કક્ષામાં અર્થાતુ શ્રાવક શ્રાવિકા તરીકે જીવ યોગ્ય માત્રામાં કલ્યાણનાં પરમાણુ સ્વીકારી શકતો નથી.
“ઐસો પંચ નમુક્કારો, સવ્વ પાવ પણાસણો, મંગલાણં ચ સવ્વસિં, પઢમમ્ હવઈ મંગલમ્” એ વચનોમાં શ્રી પંચપરમેષ્ટિ ભગવંતને ભાવથી વંદન કરવાની ફળશ્રુતિ બતાવી છે. તે છે – આ પાંચ નમસ્કાર પદ “સર્વ પાપોનો નાશ કરનાર છે, અને સર્વ મંગલોમાં પ્રથમ – ઉત્તમ મંગલ છે.” તેવી જ ફળશ્રુતિ આ વચનોમાં “ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. સત્સંગ વિના ધ્યાન તરંગરૂપ થઈ પડે છે, સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. લોકસંજ્ઞાથી લોકારો જવાતું નથી. લોકત્યાગ વિના વેરાગ્ય યથાયોગ્ય પાળવો દુર્લભ છે.” – જોવા મળે છે.
પંચપરમેષ્ટિને નિયમિત ભાવથી વંદન કરવાથી જીવને સંસારસમુદ્ર તરવા આસનની પ્રાપ્તિ થાય છે, તેના ફરતો મજબૂત કિલ્લો રચાય છે. કિલ્લાને ફરતી આગઝરતી ખાઈ ખોદાય છે, અને તેના પર પ્રભુકૃપાથી છત્રછાયાની રચના થતાં એ જીવ સંપૂર્ણ સુરક્ષિત બને છે.
શ્રી પ્રભુના રક્ષણ વિના ઉત્તમોત્તમ આગમ સૂત્રો સમજી ન શકવાથી સ્વચ્છેદે અર્થના ખોટા અર્થ કરી પોતાને અને અન્યને નૂકશાનમાં ઊતારે છે, અર્થાત્ આસન ન પામતાં સંસાર સમુદ્રમાં ડૂબે છે. આગમ સૂત્રોને સામાન્યપણે સમજ્યા પછી તેને પોષણ આપનાર સત્સંગ ન હોય તો જીવ વિકલ્પની વણઝારમાં ડૂબી ચણાતા રક્ષણરૂપ
૧૭૫.