________________
આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિ
શ્રી નવકાર મહિમા નવકાર મહામંત્રનો મહિમા શ્રી રાજપ્રભુએ વચનામૃતના પત્રાંક ૧૨૮માં ખૂબ જ લાક્ષણિક રીતે ગાયો છે. પ્રથમ ભાદરવા સુદ છઠ, ૧૯૪૬ ના દિવસે લખાયેલા આ પત્રનાં નીચેનાં વચનો ખૂબ જ ધ્યાન ખેંચનારા છે. જુઓ,
“ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઇતી. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઇતું. તે ન હોય તો અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોઇતું. તે ન હોય તો અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઈ નથી જોઇતું. તે ન હોય તો આર્યાચરણ સિવાય કંઈ નથી જોઈતું. તે ન હોય તો જિનભક્તિમાં અતિશુધ્ધભાવે લીનતા સિવાય કંઈ નથી જોઇતું. તે ન હોય તો પછી માગવાની ઇચ્છા પણ નથી.” “ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. સત્સંગ વિના ધ્યાન તરંગરૂપ થઈ પડે છે. સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. લોકસંજ્ઞાથી લોકારો જવાતું નથી, લોકલ્યાગ વિના વૈરાગ્ય યથાયોગ્ય પામવો દુર્લભ છે.”
સંસારમાં પરિભ્રમણ કરતાં કરતાં તેમાં અનુભવવા પડતાં દુઃખોથી થાકીને જીવ છૂટવાના ભાવ કરે છે ત્યારે અનુભવવા પડતાં વિભાવોના ફેરફારથી તે ત્રાસી જાય છે, અને એ વખતે તેનાં મનમાં નિર્ણય થાય છે કે આ “ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઇતી.” મનમાં એક ભાવ જાગે, ત્યાં તે ફેરફાર પામી બીજા ભાવમાં જાય અને તેમાંથી ત્રીજા ભાવમાં સરકે છે અને પ્રત્યેક ફેરફાર વખતે અંતરમાં પીડા અનુભવે છે. અને તેનાથી મુક્ત થવાનો ભાવ કરે છે. તો તેને જોઇએ છે શું?
ભાવના ફેરફારથી થાકેલા જીવને સ્થિરતાની ઇચ્છા જાગે છે. અને ત્યારે તેને આદર્શરૂપે ભગવાનની શાંતમુદ્રા અને વીતરાગતાનું આકર્ષણ થાય છે. આવી અદ્ભુત સ્થિરતાનું કારણ શૂન્યતા – જગતથી પૂર્ણ અલિપ્તપણું લાગે છે. તેથી તેની માગણી કરે છે. “અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઇતું.” આ માગણી જીવ પંચપરમેષ્ટિ
૧૭૧