________________
કેવળી પ્રભુનો સાથ
ભગવંત પાસે, તેમનાં શરણે જઈ આત્માને શુદ્ધ કરવાના ભાવથી કરે છે. આ ભાવ નવકાર મંત્રના પહેલાં પદ “નમો અરિહંતાણ” થી પૂરા થાય છે.
શ્રી અરિહંત પ્રભુ ચારે ઘાતી કર્મથી પૂર્ણતાએ મુક્ત થયા છે, તેથી વિચાર વિકલ્પ રહિત બની સ્વરૂપ સિદ્ધિના સુખને માણી રહ્યા છે. તે સાથે તેઓ પૂર્વબંધિત ભાવ ‘જીવ સર્વ કરું શાસનરસિ' ના ઉદયને લીધે અન્ય જીવોને સન્માર્ગ બતાવી વિભાવથી મુક્ત થવાનો ઉપાય સૂચવે છે. આ પ્રતીતિથી તે પ્રભુને પ્રાર્થે છે, “હે ભગવાન! હું ભક્તિભાવથી વંદન કરી વિનવું છું કે તમે મારા મસ્તકનું રક્ષણ કરો. મને સર્વ પ્રકારના અયોગ્ય ભાવથી છોડાવી, જ્ઞાન તથા દર્શનની વિશુદ્ધિ કરાવી વિકલ્પ રહિત બનાવો. જેથી હું આપની જેમ સ્વરૂપ સ્થિરતા માણી શકું. આ ઉત્તમોત્તમ દશા મને સતત રહે એની શરૂઆત માટે અમુક કાળ સુધી (વધુમાં વધુ રહી શકાય ત્યાં સુધી) શૂન્યતાની – સ્વરૂપ સ્થિરતાની પ્રાપ્તિ કરાવો.”
સન્માર્ગનું આરાધન કરતાં જીવને સમજાય છે કે પૂર્ણ શુધ્ધ ન થવાય ત્યાં સુધી સ્વરૂપ સ્થિરતા બે ઘડીથી વધારે ટકતી નથી. એટલે પાછું સવિકલ્પ સ્થિતિમાં આવવું પડે છે. આ સવિકલ્પમાંથી પાછું નિર્વિકલ્પ થવાય તે વર્તનાની માંગણી થાય છે અને એ માટે ઉત્તમ નિમિત્ત છે સંતપુરુષ કે સત્પરુષ, જેઓ આ જ રીતે રહેતા હોય છે. તેથી પ્રાર્થ છે કે, “તે ન હોય તો અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોઇતું.” જો શૂન્યતા ન હોય તો ફરીથી શૂન્યતા તરફ ત્વરાથી લઈ જઈ શકનાર સંતપુરુષના સમાગમને જીવ ઇચ્છે છે. જેથી તેમના સતત વહેતા કલ્યાણભાવનો પૂરો લાભ લઈ ઉત્તમ સ્થિતિને પ્રાપ્ત કરી શકાય. આવા ઉત્તમ સપુરુષને મેળવવા માટેના યોગ્ય પરમાણુઓ શ્રી સિધ્ધ ભગવાન સિધ્ધ થતી વખતે જગતને ભેટ આપી ગયા હોય છે. તેમણે પૂર્વમાં ભાવેલા કલ્યાણના ભાવ ઉત્તમોત્તમ રીતે તેમણે છોડેલા પુદ્ગલ સ્કંધમાં વેરાયેલા હોય છે, જેની સહાયથી સત્પરુષનો પ્રત્યક્ષ યોગ મેળવી જીવ જલદીથી શૂન્યતામાં જઈ શકે છે. તેથી પ્રત્યક્ષાત્મા “અરિહંત” પ્રભુ પછી ઉત્તમોત્તમ પરોક્ષ સાથ આપનાર “સિદ્ધાત્મા” ને પ્રાર્થે છે “નમો સિદ્ધાણં” દ્વારા.
૧૭૨