________________
કેવળી પ્રભુનો સાથ
ત્યારે સમસ્ત જીવો એ સમયે શાતાનું વેદન કરે છે. આ કેવી રીતે સંભવે છે? શ્રી પ્રભુ જ્યારે તીર્થકર નામકર્મ બાંધે છે ત્યારે તેમના એક કે બે શુધ્ધ કેવળીગમ્ય પ્રદેશો સિદ્ધપ્રભુનાં કલ્યાણનાં પરમાણુઓને વિશેષતાથી ગ્રહણ કરે છે, અને તે પછી એ પ્રદેશો લોકવ્યાપી થાય છે. આ પ્રદેશોનું લોકવ્યાપકપણું કલ્યાણક વધતાં વધતું જાય છે. જ્યારે શ્રી તીર્થંકર પ્રભુનો આત્મા કેવળી સમુદ્યાત કરે છે ત્યારે તે પહેલાં ઘણાં ઘણાં સિદ્ધનાં પરમાણુઓને તે આકર્ષે છે, અને પૂર્વકાળમાં તેમના આત્માએ જે લોકવ્યાપકતા અનુભવી હતી તેને લીધે સમુદ્યાત કરતી વખતે એમના સર્વ આત્મપ્રદેશની લોકના પ્રદેશો પરની પકડ ખૂબ જ ઊંડી અને ઘેરી થાય છે. લોકના પ્રદેશો પર, સિધ્ધ પ્રભુનાં પરમાણુઓથી ઘેરાયેલા શ્રી અરિહંત પ્રભુના પ્રદેશો જ્યારે એ પરમાણુઓની નિર્જરા કરે છે ત્યારે તે પ્રદેશો પર સિધ્ધનાં પરમાણુઓનું ધ્રુવપણું નિશ્ચિત થાય છે. એથી ધર્મનું સનાતનપણું પણ નિશ્ચળ બને છે. માટે સિધ્ધ થતા પ્રભુનો આત્મા ધર્મનાં મંગળપણાથી આજ્ઞારૂપી ધર્મનું ઋણ ચૂકવે છે અને ધર્મનાં સનાતનપણાથી આજ્ઞારૂપી તપનું ઋણ ચૂકવે છે અને એ આત્મા આ રીતે સંપૂર્ણપણે ઋણમુક્ત થાય છે.
“સર્વ જીવ કરું શાસનરસિ” નાં ધ્વનિને નાભિથી શરૂ કરી, રોમેરોમ અને આત્માના પ્રદેશ પ્રદેશથી જે શુભભાવને શુભ શુભ કરી શુદ્ધ કરે છે, શુદ્ધ શુદ્ધ કરી શુકુલ કરે છે, શુકુલ શુકુલ કરી કેવળ કરે છે, કેવળ કેવળ કરી ૐના પવિત્ર અને પરમ નાદમાં તરબોળ કરે છે, એવા પ્રભુના સાદિ અનંત ભાવને જે શાતાવેદનીયના માધ્યમથી પહેલાં પ્રસરાવે છે અને પછી કેવળી સમુઘાત જેવા ઘટ્ટ બંધનથી સંસારના આધારસ્તંભ એવા લોકના સર્વ પ્રદેશો પર ચેતનના માધ્યમથી કલ્યાણનાં પુગલોને અનાદિ અનંત, સનાતન અને સર્વોત્કૃષ્ટ મંગલરૂપ ધર્મરૂપે પ્રતિપાદન કરી સ્થાપન કરે છે, તે શ્રી અરિહંત પ્રભુને અને તેમના સનાતન ધર્મને, બાર પ્રકારનાં તપથી સુશોભિત એવી આંતરચર્યાથી અભિનંદીએ છીએ, તેમનો આભાર માનીએ છીએ અને કોટિ કોટિ વંદન કરીએ છીએ.
૧૭)