________________
કેવળી પ્રભુનો સાથ
અહોભાવ માન સહિત થાય છે. આ પરથી સમજાય છે કે આજ્ઞારૂપી તપ સર્વ પ્રદેશવર્તી થાય તે પછીથી તેનામાં સમાનતાની લાગણી આવે છે. અને આજ્ઞારૂપી ધર્મ માત્ર આઠ પ્રદેશવર્તી હોવાથી જીવ અપ્રગટપણે સમાનતા અનુભવી શકે છે. આમ થવાનું બીજું કારણ એ પણ ગણી શકાય કે આઠ શુધ્ધ પ્રદેશો આજ્ઞારૂપી ધર્મને પ્રત્યેક સમયે પૂર્ણ જ્ઞાનમયતા, પૂર્ણ દર્શન અને પૂર્ણ વેદકતામાં અનુભવે છે, પરંતુ આજ્ઞારૂપી તપનો ઉપયોગ તે જીવ અવ્યાબાધ સુખને મેળવવા માટે કરે છે. આથી આજ્ઞારૂપી ધર્મનું પ્રમાણભાન (Ratio) પ્રત્યેક સમયે આજ્ઞારૂપી તપ સાથે ૩:૧ નું થાય છે.
બીજી અપેક્ષાએ આજ્ઞારૂપી ધર્મ શુધ્ધાત્માનાં જ્ઞાન, દર્શન તથા વેદકપણાનું કારણ થાય છે, તેથી શુધ્ધ પ્રદેશોનું (રુચક પ્રદેશોનું) આજ્ઞારૂપી વર્તુળ (Aura) અશુધ્ધ પ્રદેશોનાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને વેદનીય કર્મના ક્ષય માટે કારણરૂપ બને છે. આજ્ઞારૂપી તપથી અવ્યાબાધ સ્વરૂપે પ્રગટ થાય છે, તેથી શુધ્ધ પ્રદેશોનું આજ્ઞારૂપી તપનું વર્તુળ (Aura) મોહનીય કર્મના ક્ષય માટે કારણભૂત થાય છે. માટે જે ભક્તિમાર્ગનો ધુવકાંટો આજ્ઞારૂપી તપ છે, તે માર્ગથી મોહ (અર્થાત્ માન) નો ક્ષય થાય છે, અને જે ભક્તિમાર્ગનો ધુવકાંટો આજ્ઞારૂપી ધર્મ છે એ માર્ગથી જ્ઞાનાવરણ તથા દર્શનાવરણનો ક્ષય થાય છે. પહેલા માર્ગમાં ચારિત્રની ખીલવણીથી જ્ઞાનદર્શનનો ઊઘાડ થાય છે, ત્યારે બીજા માર્ગમાં જ્ઞાનદર્શનના ઊઘાડથી ચારિત્રની ખીલવણી થાય છે. આમ ભક્તિમાર્ગમાં બે ફાંટા પડે છે, તેનાં કારણથી જીવની પૂર્ણતા અને સિદ્ધિમાં તફાવત પડે છે.
ભક્તિમાર્ગના બે ફાંટામાંથી મોટેભાગે જીવ એકને અપનાવે છે, જ્વલ્લે જ જીવ બંને માર્ગ સાથે અપનાવે છે, ભક્તિમાર્ગે જતા જીવમાંથી મોટાભાગના જીવો જ્ઞાનદર્શનની વિશુદ્ધિ કરતાં કરતાં ચારિત્રની ખીલવણી કરતા હોય છે. અર્થાત્ તેઓ બીજો ફાંટો અપનાવે છે કેમકે તેમ કરવાથી તેમનો માનભાવ પોષાતો હોય છે. આ માનભાવના પોષણ માટે જીવે પોતે જ્ઞાન મેળવવા માટે મહેનત કરવાની રહે છે; તેથી આવા જીવો ક્ષમાપના કરવા પર વિશેષ ભાર મૂકતા હોય છે. વિરલા જીવો જ
૧૬