________________
આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિ
જાય છે. આ પ્રક્રિયામાં જીવે મૂળમાં શ્રી સત્સંવ, સગુરુ અને સત્કર્મનો આશ્રય કર્યો હોવાથી અંતરાયના ક્ષયથી ઉપજતી સુખબુદ્ધિ સાથે તેને માન ઉપજતું નથી, પણ પ્રભુ પ્રતિનો અહોભાવ ઉત્પન્ન થાય છે. આ અહોભાવના પડછામાં તેનું માન વિશેષ ક્ષીણ થાય છે, જે માન મિથ્યાત્વ, સ્વચ્છેદ અને પ્રમાદનું મૂળ છે. માન તુટતાં જીવ અમિથ્યાત્વી, અસ્વચ્છંદી અને અપ્રમાદી થતો જાય છે, જેનાં ફળરૂપે તેની અંતરાયો વિશેષતાએ ઘટે છે. આ અપૂર્વ પ્રક્રિયાના સાથથી જીવ સહેલાઈથી મુક્તિ મેળવી શકે છે. “પરમાત્મા મુક્તિ આપવામાં કૃપણ નથી પણ ભક્તિ આપવામાં કૃપણ છે” એવું શ્રી રાજપ્રભુનું વચન આપણને આ પ્રક્રિયાની સિદ્ધિ માટે પુરાવો આપે છે.
બીજી અપેક્ષાએ જીવને અંતરાયના ક્ષયથી ઉપજતો અહોભાવ એ પરમાર્થ લોભનું કારણ બને છે. તેથી જીવ મોહનો ક્ષય કરવા સાથે ચારિત્રની ખીલવણી પણ સહજતાએ કરી શકે છે. ચારિત્રની ખીલવણીના ફળરૂપે એ જીવને જ્ઞાન તથા દર્શનનો ઉઘાડ થાય છે. આ પ્રક્રિયાની લાક્ષણિક્તા એ છે કે ચારિત્રની શુદ્ધિ જ્ઞાન અને દર્શનના ઉઘાડ પહેલા થતી હોવાથી, તે જીવ બંનેના ઉઘાડ પછી પણ એવો જ નિર્માની રહી શકે છે, એટલું જ નહિ પણ તે ઉપરાંત તે પરમ અને પૂર્ણ વિનયી તથા આજ્ઞાપાલક બને છે. આવી વિનય સહિતની ભક્તિ જીવને ક્યારે ઊગે તે સમજવા યોગ્ય છે.
જીવ જ્યારે શ્રી સદૈવ તથા સદ્ગુરુનાં જ્ઞાન અને દર્શન કરતાં તેમને વર્તતાં શુભ અને શુદ્ધ ચારિત્રનો ભક્ત થાય છે, ત્યારે તે સëવ અને સદ્ગુરુની આજ્ઞારૂપી તપ પ્રત્યે ભક્તિ કરે છે. આમ થવાથી, જીવના જે આઠ શુદ્ધ રુચક પ્રદેશ છે તે સતત પૂર્ણ આજ્ઞારૂપી ધર્મમાં આરૂઢ હોય છે, તે પ્રદેશો જ્યારે સત્સંવ કે સદ્ગુરુનાં આજ્ઞારૂપી તપને જુએ છે, અનુભવે છે ત્યારે તેના અશુધ્ધ પ્રદેશો પણ તે તપ માટે સહજતાએ અહોભાવ વેદે છે, આ અહોભાવ માનરહિત હોય છે. પરંતુ એ જીવ
જ્યારે સત્સંવ અને સદ્ગુરુની આજ્ઞારૂપી ધર્મને જુએ છે ત્યારે આવો ધર્મ મારામાં પણ ક્યાંક રહેલો છે એવી સુક્ષ્મ લાગણી તે વેદે છે અને તેથી ધર્મ માટેનો તેનો
૧૦૫