________________
-
જૈનદર્શન અને ગાંધી વિચારધારા )
'મુનિશ્રી સંતબાલજીનો ભાલનળકાંઠાનો પ્રયોગ ગાંધીવિચારના અનુસંધાનમાં હતો.
- જેસંગભાઈ ફલજીભાઈ ડાભી (જેસંગભાઈ, મુનિશ્રી સંતબાલજી પ્રેરિત ભાલનળકાંઠા પ્રાયોગિક સંઘ અને ગુંદી આશ્રમના મંત્રી છે અને ગુજરાત નયી તાલીમ સંઘના મંત્રી
છે.)
પૂ. મુનિશ્રી સંતબાલજી વિચારક, તેજસ્વી, પ્રેમાળ અને માનવસમાજના ઉત્થાનમાં અને વિકાસમાં માનનાર એક વિરલ ક્રાંતિકારી સંત હતા.
સન્ ૧૯૩૭ માં હરિપુરા જિલ્લો સુરતમાં કોંગ્રેસનું અધિવેશન મળેલું. તેમાં મુનિશ્રી સંતબાલજી ગયેલા, પૂ. ગાંધીજીને મળવાની ઇચ્છા હતી. તેમને મળી શકાયું નહીં, પરંતુ સરદાર સાહેબે શ્રી મોરારજીભાઈ દેસાઈને સંતબાલજીને મળવાનું કહ્યું. મુલાકાત થઈ. વિચારવિમર્શ થયો. શ્રી મોરારજીભાઈ દેસાઈએ શ્રી છગનભાઈ દેસાઈને કહ્યું કે મુનિશ્રીને નળકાંઠાના પ્રદેશમાં લઈ જાવ. તેથી મુનિશ્રી અમદાવાદ પાસેના વાઘજીપુરા ગામે પ્રથમ (ચોમાસું) ચાતુર્માસ કર્યો. રોડની બાજુમાં પઢારજાતિના ભાઈઓ કૂબો બાંધે છે, તેવો કુબો બાંધી તેમાં રહ્યા. શ્રી છોટુભાઈ મહેતા, શ્રી ડાહ્યાભાઈ પટેલ મલાતજવાળા, શ્રી છગનભાઈ દેસાઈ વગેરે સાથે રહ્યા. દેશમાં સ્વતંત્રતાની ચળવળ ગાંધીજીના નેતૃત્વમાં ચાલતી હતી. ગાંધીજી અનેકવિધ કાર્યક્રમ આપતા હતા. સત્યાગ્રહ, અસહકારનું આંદોલન, ખાદી, સ્વદેશી, આગળ ચાલીને ૧૮ રચનાત્મક કાર્યક્રમ આપ્યા. ગુજરાતના નામી કાર્યકરોને ગામડામાં બેસી આદિવાસી, વંચિતો, દલિત, આર્થિક પછાત વર્ગના ઉત્કર્ષ અને શિક્ષણ માટે કામ કરવાની સલાહ આપી. અનેક કાર્યકરો ગામડામાં રચનાત્મક કામ કરવા
(૧૯)
- જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) બેસી ગયા. તેમણે ગ્રામોદ્ધારની વાતો કરી. આ દ્વારા સમાજજાગૃતિ અને સમાજવિકાસની શરૂઆત થઈ.
મુનિશ્રી સંતબાલજી મહારાજ સાહેબ નળકાંઠાના ગામડામાં વિહાર કરવા લાગ્યા. નળકાંઠાના બે તાલુકા સાણંદ અને વિરમગામ, ભાલના બે તાલુકા ધોળકા અને ધંધુકા - આ અમદાવાદ જિલ્લાનો વિસ્તાર આવે (આજે ચારેય તાલુકામાંથી બીજા તાલુકા બનાવવામાં આવ્યા છે) આ ચાર તાલુકાના ૨ગામનો વિસ્તાર તેમાં વિહાર કર્યો. કોઈ ગામ બાકી નહીં હોય. (શ્રી મણિલાલ પટેલ ડાયરી દ્વારા ખ્યાલ આવી શકે છે.)
નળકાંઠા અને ભાલના ગામડાનો વિહાર કરતાં કરતાં સંત સામે અનેક પ્રશ્નોનો ચિતાર આવ્યો. જેમ કે પક્ષી-પ્રાણીનો શિકાર, બળદ, પશુની ચોરી, બીજાની પત્નીને ઉપાડી જવી. ગંજીઓ (ઘા) સળગાવવા, ખૂન-મારામારી કરવી, કૂવામાં કેરોસીન નાખવું. જાસાચિઠ્ઠી લખવી, પીવાના પાણીનો અભાવ, સ્વચ્છતા તરફ બેદરકારી - શિક્ષણ નહિવતું, રીત-રિવાજથી સમાજની અધોગતિ, શોષણ - આમ અનેક અવગુણોમાં સમાજ સપડાયેલ હતો.
| મુનિશ્રીના મનમાં ચિંતન ચાલ્યું આ પ્રશ્નોના નિરાકરણ ઉકેલ માટે. ગાંધીની રચનાત્મક પ્રવૃત્તિ પ્રમાણે કાર્યક્રમ ગોઠવી સમાજની તાસીર બદલી શકાશે અને ધર્મદષ્ટિએ સમાજરચના થઈ શકશે. તે માટે સત્ય, અહિંસા, પ્રામાણિકતા અને નીડરતાથી કાર્યક્રમ કરવા પડશે તેની શરૂઆત કરી.
માણકોલ તા. સાણંદમાં લોકપાલ પટેલનું સંમેલન બોલાવ્યું. સેંકડોની સંખ્યામાં લોકપાલ પટેલો સંમેલનમાં આવ્યા. સમાજવિકાસ, સમાજની સુધારણામાં માનતા જાગૃત કર્મઠ કાર્યકરો પણ આવ્યા. લોકપાલ પટેલના સમાજના સુધારા માટે મુસદ્દો રજૂ થયો. સમાજે સર્વસંમતિથી સુધારાને સ્વીકાર
(૧૬૮).