________________
(જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) એ અહંકાર આસક્તિરૂપ બની વ્રતોની મૂળભૂત ભૂમિકાને તોડી નાખે છે. તેથી પ્રત્યેક સાધકે પોતાની સમગ્ર સાધનાને વિષે સંપૂર્ણપણે હૃદયપૂર્વકની નમ્રતા કેળવવી આવશ્યક છે.
નમ્રતા એટલે ‘હું પણાનો આત્યંતિક ક્ષય.” ગાંધીજીનું દેઢ મંતવ્ય હતું કે જયાં સુધી માણસના મમત્વનું, અભિમાનનું મૃત્યુ ન થાય ત્યાં સુધી એનામાં નમ્રતાનો ઉદય થતો નથી અને જ્યાં સુધી એ નમ્ર નથી થતો ત્યાં સુધી તેને સત્ય જડતું નથી. આમ, જો સત્યના સમુદ્રને ખોળે તરવું હોય તો તમારે શૂન્યવત્ બની જવું જોઈએ. સત્યના શોધકને રજકણથી પણ નીચે રહેવું પડે છે. ગાંધીજીએ માત્ર શબ્દોથી નહીં, જીવનના ઉદાહરણથી બતાવ્યું કે નમ્રતા એટલે હિંમતનો અભાવ નહીં. શિષ્ટાચારમાં દંભ હોઈ શકે, નમ્રતામાં ન હોઈ શકે. શિષ્ટાચાર ઉપર-ઉપરની વસ્તુ છે. નમ્રતા હૃદયનો સાહજિક ગુણ છે. નમ્રતામાં વીરત્વની, ભારે હિંમતની જરૂર છે. “અંત સમે એકાકી ટકી રહેવાની શક્તિ આત્યંતિક નમ્રતા વિના અસંભવિત માનું છું.'
શ્રેણિક રાજા, અભયકુમાર રાજા વિદ્યા શીખવા માટે પોતે નીચે બેસી ગયા હતા. એ નમ્રતા સૂચિત થાય છે. (૧૧) શરીરશ્રમ :- વર્ણવ્યવસ્થાના લીધે મધ્યમ-ઉપલા વર્ગો સાથે ચાલ્યા કર્યા. તેથી સમાજ શિથિલ બન્યો. તેમાં અશાંતિ પેદા થવા લાગી અને સામાજિક આપત્તિ વખતે સમગ્ર સમાજનું રક્ષણ કરવામાં પણ સૌનો પૂરતો સહકાર મળી શક્યો નહીં. તેથી સમાજમાં સુખ, શાંતિ અને સ્વાશ્ય સર્જવાની દૃષ્ટિએ આવશ્યક શરીરશ્રમ વધતા ઓછા પ્રમાણમાં સૌ કરે અને શ્રમજીવીઓ પ્રત્યે સૌ આદરપૂર્વક જુએ એવી વાત પ્રાચીન પયગમ્બરો ને સંત ભક્તોએ કરી હતી. કામના હલકા-ઊંચાપણાના ખ્યાલને નાબૂદ કરવા એમણે જાતે હરિજન
જૈનદર્શન અને ગાંધી વિચારધારા ને વણકરનું કામ કર્યું. તથા મોટા મોટા વિદ્વાનો અને સાધુઓ, વકીલો અને ડૉક્ટરો પાસે જાજરૂ સફાઈનું, દળવાનું, વાસણ માંજવાનું, વણાટનું, ખેતીના ઉપયોગી કામ કરાવ્યા અને આશ્રમમાં એક નવી જ હવા ઊભી કરી.
ગીતાનો આધાર લઈને એમણે કહ્યું કે, જે માણસ રોટી શ્રમ કર્યા વિના ખાય છે તે ચોરીનું અન્ન ખાય છે. આપણા મનમાં બચપણથી કેટલીક વસ્તુઓ ઘર પેસી ગઈ છે અને એ ઠસાવવાનો સહેલામાં સહેલો રસ્તો એ છે કે જે સમજયા છે તે જાત મહેનતનો આરંભ પાયખાના સાફ કરવાથી કરે. આમ જ્ઞાનપૂર્વક કરશે તે તેજ ક્ષણથી ધર્મને જુદી ને ખરી રીતે સમજતો હશે.
આમ, જૈન પરંપરામાં આ ભાવના મૂળથી જ રહેલી છે અને શરીરશ્રમને ખૂબ મહત્તા આપી છે.
ગાંધીજીના જીવનમાં જૈનધર્મની બે બાબતો ખૂબ ઊંડી અસર કરી ગઈ. તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં અનેકાંતવાદ, આચરણના ક્ષેત્રમાં અહિંસા. આમ, જૈન ધર્મે ગાંધીજીના જીવનમાં ઘણો ભાગ ભજવ્યો છે.
આજના ફાસ્ટ યુગમાં ટકી રહેવા આ એકાદશ વ્રત - જે જૈનધર્મના પંચ મહાવ્રતના પાયામાં છે, તે જીવનમાં ઉતારવા ખૂબજ જરૂરી છે.
સંદર્ભઃસમણસુત્તમ્, તત્ત્વાર્થ સૂત્ર, મંગળપ્રભાત,આગમ ગ્રંથો
(૧૬૫)
(૧૬)