________________
જ જૈનદર્શન અને ગાંધી વિચારધારા )
- જૈનદર્શન અને ગાંધી વિચારધારા - (૬) કોઈએ શોધેલા વિચારને પોતાના નામે ચલાવવો.
આવશ્યકતા ઉપરાંત જે કંઈ પણ લે છે તે ચોરી જ કહેવાય. આશ્રમમાં આનું પાલન થતું. આશ્રમવાસીને તાત્કાલિક જરૂરિયાત ઉપરાંત વધારે વસ્તુઓ રાખવાનો અધિકાર ન હતો. ગાંધીજી હિસાબનીશ હતા. એમણે એકવાર હિસાબમાં થોડી ભૂલ ચલાવી. કોઈ પ્રવાસીએ કસ્તૂરબાને બે રૂપિયા ભેટ આપેલા. બા એ રકમ આશ્રમમાં જમા કરાવવાનું ભૂલી ગયા. આને ગાંધીજી અસ્તેય વ્રતનો ભંગ સમજ્યા. આ બંને ઘટનાઓથી તે વ્યથિત થયા. એમણે ઉપવાસ કર્યો, ‘મારી શરમ' નામનો લેખ લખી પોતાનું દુ:ખ પ્રગટ કર્યું. આમ વ્રતોના પાલનમાં કેટલી ઝીણવટ અને ચોક્કસાઈ જરૂરી છે તે વિશે આશ્રમવાસીઓને સાવધાન કર્યા.
જૈન પરંપરામાં ખપ કરતાં પણ વધારે વસ્તુનો સંગ્રહ ન કરવો એ મૂળમાં છે, તો ચોરી જેવા નકારાત્મક વલણને દર્શાવ્યું છે. રજા વગર કોઈની વસ્તુને ન અડવી. મન-વચન-કાયાથી ચોરી ન કરવી, ન કરાવવી. એવા દુરિત વિચારોને મનમાં લાવવા નહીં એ અંગેની વાત દર્શાવવામાં આવી છે. ‘મિચ્છામિ દુક્કડમ્' ની ભાવના તો જૈનોના મૂળમાં છે. સામાયિક પાળવાની ગાથામાં આ સૂત્રો ધ્વનિત થાય જ છે. શ્રી અઢાર પાપસ્થાનક સૂત્રમાં ગાંધીજીના આ વિચારો જૈન ધર્મસૂત્રોમાં ધ્વનિત થાય છે. (૫) અપરિગ્રહ:- અનાવશ્યક એકઠું ન કરવું. પરિગ્રહ એટલે સંચય. જેમજેમ પરિગ્રહ ઓછો કરીએ તેમ-તેમ ખરું સુખ ને ખરો સંતોષ વધે છે, સેવા શક્તિ વધે છે. આત્માની દૃષ્ટિએ વિચારતા શરીર પણ પરિગ્રહ છે.
દેહ પણ સેવાર્થે ઈશ્વર તરફથી મળેલું સંપેતરું છે એમ સમજી એના પર આસક્તિ ન રાખતા એનો પરોપકારાર્થે ઉપયોગ કરવો જોઈએ. ગાંધીજી
(૧૫૯)
નદીકિનારે રહેતા પણ સવારે દાતણ માટે નાનકડો પ્યાલો પાણી વાપરતા. લીમડાનું દાતણ કાકાસાહેબ કૂચો કરીને આપતા. ગાંધીજી તે કૂચાનો ભાગ કાપી નાખીને બીજે દિવસે દાતણ કરતા. એમના મતે “માણસને આખો દિવસ કામ કરવા માટે રોજ સવારે ભગવાન જે શક્તિ આપે છે તે તેણે સૂતાં પહેલા ખર્ચી નાખવી જોઈએ. આ અપરિગ્રહનું લક્ષણ છે.” ગાંધીજી આશ્રમમાં સેવકનું ગૌરવ એના હોદ્દા અથવા પ્રવૃત્તિની વ્યાપકતા પર આંકવાને બદલે તેની તપશ્ચર્યા, સંયમ, અનાસક્તિ ઈત્યાદિ ગુણો પર અંકાવું જોઈએ એવું માનતા હતા.
અનેકાંતની ચર્ચા કરતા આચાર્ય હરિભદ્રસૂરિ, આનંદઘનજી, શ્રીમદ્ રાજચંદ્ર, હેમચંદ્રાચાર્ય જેવી અનેક જૈન વિભૂતિઓએ પ્રખર હિમાયત કરી છે.
पक्षपातो न मे वीरे न द्वेष: कपिलादिषु । युक्तिमवद्वचनं यस्य तस्य कार्य: परिग्रहः ॥
- પંડિત સુખલાલ
આચાર્ય હરિભદ્ર - સમદર્શી પૃ. ૩ શ્રી અઢાર પાપસ્થાનક સૂત્રમાં એ ધ્વનિત થાય છે. પાંચમે પરિગ્રહ... શ્રી બાર વ્રતના લઘુ અતિચાર સૂત્રમાં પણ નજરે પડે છે. | (૬) અસ્વાદઃ- અસ્વાદની ગણના પંચમહાવ્રતોમાં થતી નથી. ગાંધીજીએ
છ નવા વ્રતોની ઉમેરણી કરી તે પૈકીનું આ વ્રત છે. કેવલ સ્વાદ ખાતર અને મસાલાવાળા સ્વાદિષ્ટ પદાર્થ ખવડાવવા એ આત્માનું પતન કરનારી વસ્તુ છે એમ તેઓ કહેતા. જે માણસ સ્વાદલોલુપ બન્યો તેને બ્રહ્મચર્યનું પાલન મુશ્કેલ બને છે. નિતમ્ સર્વ નિતે રસે' - જે રસ (સ્વાદ) ને જીતી શકે તે કામવિકારને
(૧૬૦)