________________
જૈનદર્શન અને ગાંધી વિચારધારા આ હિંસાના પ્રત્યેક live and let live ના કથનને જૈન આચાર-વિચારથી સાકાર બનાવે છે,
खामेमि सबजीवे, सब जीवा खमंतु मे।।
मित्ती मे सब भूएस, वे मज्जा न केणई। અર્થાત્ “હું સર્વ જીવોની ક્ષમા યાચું છું, સર્વ જીવો મને પણ ક્ષમા આપો. સર્વ પ્રત્યે (જીવો) મારે મૈત્રી છે. કોઈની પ્રત્યે વેર નથી.” શ્રી ગમણાગમણે સૂત્રમાં આ જીવ-અહિંસાથી જીવરાશિમાં પણ ધ્વનિતું થાય છે. શ્રી દશવૈકાલિક કે દુમ પુષ્પિક પ્રથમાધ્યયન - સજઝાયમાં એ જોવા મળે છે. ધર્મરૂચિ મુનિનું દૃષ્ટાંત આપણી પાસે છે જ. આલોચના સૂત્રમાં પણ અનુમોદના જોવા મળે છે. ૨૦૦૧ - અહિંસા વર્ષ તરીકે ઉજવાયું. ૨000 નું વર્ષ આંતરરાષ્ટ્રીય અહિંસા વર્ષ, ગાંધીનગર પાસે અહિંસા યુનિવર્સિટીનું પણ સ્થાપન, કચ્છ જિલ્લામાં અહિંસાધામ પણ નિર્મિત છે. (૩) બ્રહ્મચર્ય :- ગાંધીજીના શબ્દોમાં અહિંસાનું પાલન-બ્રહ્મચર્ય વિના અશક્ય છે. દામ્પત્યજીવનમાં એકબીજાનું વિચારીએ. માટે એમણે વિવાહિત સ્ત્રીપુરુષને એકબીજાને ભાઈબહેન ગણતા થઈ જાય એટલે બધી જંજાળમાંથી તે મુક્ત થયા કહેવાય. જયાં સ્વાર્થી એકાંગી પ્રેમ છે ત્યાં કંકાસ વધારે છે. વીર્યનો ઉપયોગ શારીરિક - માનસિક શક્તિ વધારવા માટે છે. વિષયભોગને માટે દુરુપયોગ છે.
- અહિંસાનું પૂર્ણ પાલન બ્રહ્મચર્યના પાલન વગર અશક્ય છે. - વિવાહિત જીવનમાં પણ બ્રહ્મચર્ય પાલન શક્ય છે. - બ્રહ્મચર્યનું પાલન સ્વાદેન્દ્રિયના સંયમ વિના શક્ય નથી. ‘વિવાહિત’ અવિવાહિત જેવા થઈ જવું એ જ બંધનમાંથી મુક્તિ
- જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) આપનાર થઈ પડે છે. બ્રહ્મચર્યના પાલનમાં ઈન્દ્રિયો એટલે કે પાંચ કર્મેન્દ્રિયો, પાંચ જ્ઞાનેન્દ્રિયો અને મનનો સંયમ અનિવાર્ય છે. આ બધી ઈન્દ્રિયોના સંયમ પૈકી સ્વાદનો સંયમ સૌથી અઘરો છે. જો સ્વાદ જિતાય તો બ્રહ્મચર્ય અતિશય સહેલું છે. તેથી અસ્વાદને વ્રતમાળામાં એક વ્રત તરીકે એમણે સ્થાન આપ્યું.
જૈન પરંપરામાં બ્રહ્મચર્ય- સંયમ વ્રતનો મહિમા તો અનન્ય છે. મનવચન-કાયાથી સંયમિત રહેવાની વાત જૈન પરંપરામાં સૂક્ષ્મતાથી કરવામાં આવી છે. તત્ત્વાર્થસૂત્રમાં એનો અનન્ય મહિમા ગવાયો છે. શ્રી ભરહંસર બાહુબલિ સર્જાયમાં શીયળ આદિ વ્રતને દૃઢતાથી પાળનાર ઉત્તમ સત્ત્વશાળી મહાપુરુષો અને મહાસતીઓનું નામોચ્ચારપૂર્વક સ્મરણ કરેલું છે. (૪) અસ્તેય - સત્ય એ સાધ્ય છે. અહિંસા એ સાધન છે. શારીરિક ચોરીની સાથે માનસિક ચોરી તે સૂક્ષ્મ છે. મનથી આપણે કોઈની વસ્તુ મેળવવાની ઇચ્છા કરવી કે તેની ઉપર બૂરી નજર કરવી તે પણ ચોરી છે. ક્યાંક વિચારની ચોરી પણ થતી હોય છે. દા.ત. આંધ્રમાં ગાંધીજીએ રેંટિયો જોયો અને આશ્રમમાં એ બનાવ્યો અને પછી એમણે કહ્યું કે, આ મારી શોધ છે. તો વસ્તુ ખોટી છે. એ પણ ચોરી છે. એવી સ્પષ્ટતા બતાવી છે. આમ અસ્તેયવ્રત પાલન કરનારને બહુ નમ્ર, બહુ વિચારશીલ અને બહુ સાવધાન, બહુ સાદા રહેવું પડે છે.
મંગળ પ્રભાતમાં ગાંધીજીએ અસ્તેયના આ પ્રકાર દર્શાવ્યા છે : (૧) કોઈની વસ્તુ વગર પૂજ્યે લેવી. (૨) બિનજરૂરી વસ્તુ કોઈની પાસેથી લેવી.
રસ્તામાં પડેલી ચીજ ઉપાડી લેવી. (૪) પોતાની જરૂરિયાતો વધારતા જવું. (૫) ઉપવાસ દરમ્યાન ખાવાનું ચિંતન કરવું.
(૧૫)
(૧૫૮)