________________
-
જૈનદર્શન અને ગાંધી વિચારધારા
)
-
જૈનદર્શન અને ગાંધી વિચારધારા )
વિચારણા કરી એકમેકના વિચારો જાણતા. ગાંધીજી પણ આવા સંતના દર્શનથી ધન્ય થતા, તો પૂજયશ્રી પણ સાચા ધાર્મિક, આધ્યાત્મિક અને સાધનશુદ્ધિના આગ્રહી એવા ગાંધીજી પ્રત્યે એમના કાર્યો પ્રત્યે આકર્ષણ ધરાવતા હતા.
વેશથી પૂજય નાનચંદ્રજી જૈન સાધુ ભલે હતા પણ ઉપદેશથી અને પ્રેરણાથી તો તેઓ રાષ્ટ્રીય સંત હતા. રાષ્ટ્રીય ગીતો રચી, ખાદીપ્રચાર, ગોપાલન, ચરખો, અસ્પૃશ્યતાનિવારણ, સ્વદેશી પ્રચાર વગેરે અનેક રાષ્ટ્રોત્થાનના કાર્યોમાં પોતાના સાધુત્વની મર્યાદામાં રહીને સુંદર ફાળો આપતા રહેતા.
આમ, ગાંધીવિચાર ક્ષેત્રે પ્રદાન કરનાર જૈન સંત કવિવર્ય પૂજય નાનચંદ્રજી મહારાજે અહિંસા, સ્વધર્મ, સમાજધર્મ, યુગધર્મ, સેવાનો પથ વગેરે બાબતોની છણાવટ કરીને આ ભૌતિક જગતમાં જ દિવ્યતા પ્રગટાવવાનો અને આ ધરતી પર જ સ્વર્ગ સર્જાવવાનો સંદેશો આપ્યો હતો. ધન્ય છે તે વીરલ વિભૂતિઓને... વંદન છે તે મહાન વિભૂતિઓને...
અસ્તુ. પુસ્તક સૂચિ: ૧. પૂ. ગુરુદેવ કવિવર્ય પં. નાનચંદ્રજી મહારાજ
જન્મ શતાબ્દી - સ્મૃતિગ્રંથ, સંપાદક : મુનિ ચુનીલાલજી (ચિત્તમુનિ)
સંતબાલજી – જીવનકવન અને પ્રેરક પ્રસંગો, ગુણવંત બરવાળિયા ૩. મુનિશ્રી સંતબાલજી જીવનાસાધના, દુલેરાય માટલિયા વિવૃત્ત ૪. સત્ય એ જ ઈશ્વર છે – ગાંધીજી
'ભગવાન મહાવીર અને ગાંધીજીની અહિંસા
- ગુણવંત બરવાળિયા જૈન ધર્મમાં અહિંસાને વિશિષ્ટ સ્થાન છે. માનવીની પ્રત્યેક સાધનામાં અહિંસાનું એક એવું મધુર સંગીત વહેતું રહે છે કે માનવને આનંદવિભોર કરી મૂકે છે. મહાવીર ધર્મ અહિંસાપ્રધાન ધર્મ છે, કારણકે અહિંસાના આવિષ્કારથી જીવનમાં સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય તથા અપરિગ્રહની ભાવનાનું સર્જન થાય છે. જીવનના પ્રત્યેક ઉચ્ચ આદર્શનું મૂળભૂત સાધન અહિંસા છે. આધ્યાત્મિક સાધનાની આયાર-ભૂમિ અહિંસા છે.
ભગવાન મહાવીરની આ અહિંસાનો પ્રભાવ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જીવનમાં ઠેરઠેર જોવા મળે છે. ભગવાન મહાવીરની અહિંસા ઉપભોગની નહિ પણ ઉપયોગની સંસ્કૃતિમાં માને છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના એકેન્દ્રિય જીવો પ્રત્યે પણ અપાર કરુણા છે માટે તેના ઉપયોગમાં પણ વિવેક અને જયણાની ભગવાને પ્રરૂપણા કરી છે.
- ગાંધીજી માટે લીમડાની ચટણી બનાવવા એક આશ્રમવાસી આખી ડાળખી લઈ આવ્યા. ગાંધીજીએ એક અઠવાડિયા સુધી ચલાવી. ગાંધીજી પાણીનો પણ સંયમપૂર્વક ઉપયોગ કરતા. એક ભાઈએ ગાંધીજીને કહ્યું કે બાજુમાં જ સાબરમતી ખળખળ વહી જાય છે તો પાણી વાપરવામાં આટલી કંજૂસાઈ કેમ કરો છો? ગાંધીજીએ જવાબ આપ્યો, “આ નદી મારા પિતાશ્રીની માલિકીની નથી. આ સરિતાના જળ ઉપર મારા પ્રત્યેક દેશવાસીનો અધિકાર છે.”
પ્રકૃતિના ઘટકોના બેફામ દુરુપયોગ સામે ગાંધીજી લાલબત્તી ધરતા. નિરંકુશ ભોગ-ઉપભોગ નહિ પણ ઉપયોગની સંસ્કૃતિના પુરસ્કર્તા મહાત્માજીની વાતમાં છકાયના જીવોની અહિંસા દ્વારા અભયદાનની ભાવના અભિપ્રેત છે.
(૧૨૬).
(૧૨૫)