________________
-
જૈનદર્શન અને ગાંધી વિચારધારા )
( જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) છે. જૈન સાધુની મર્યાદામાં રહીને પણ ઘણું મોટું કાર્ય કરી શકાય છે....” (પત્ર લાંબો છે. અહીં એનો આંશિક ભાગ રજૂ કર્યો છે)
- મુનિ શ્રી સંતબાલજી ઉપરના બંને પત્રોની નકલ ‘આપણા બુટા' ભાગ ૧-૨ (લાકડીયા બુટા કેસનો અહેવાલ) સંપાદક – પ્રકાશક : શાહ ભારમલ પાંચા છાડવા, પૃ. ૧૩૨ અને ૮૧ પરથી લીધી છે.
પ.પૂ. સંતબાલજીની પ્રેરણાથી ઘેલાભાઈ તથા પાચાલાલભાઈ ભારમલ છાડવા એ બંને ભાઈઓ આ કેસ શારીરિક-માનસિક કષ્ટ વેઠીને આર્થિક ભોગ આપીને લડ્યા. વર્ષો પછી ચુકાદો એમની તરફેણમાં આવ્યો અને ૭૨૦ખેડૂતોને બુટાહક (માલિક હક) મળ્યા. જે એક ગૌરવની વાત છે.
આવા તો કેટલાય ગામના ખેડૂતોને વહારે સંતબાલજી આવ્યા હશે. આ તો એક નમૂનો છે. પૂ. બાપુની જાહેર સેવાની અસર:
ઈ.સ. ૧૯૪૫ માં પૂ. સંતબાલજીનું ચાતુર્માસ વિરમગામમાં હતું ત્યારે ગંદકીને કારણે વિરમગામમાં કૉલેરા ફાટી નીકળ્યો હતો ત્યારે દરરોજ સવારે તેઓ પોતે ઝોળીમાં રાખ ભરી, ગામની શેરીએ શેરીએ ફરીને જયાં ઉઘાડો મળ જુએ ત્યાં ઝોળીમાંથી રાખ કાઢી એ રાખથી મળને ઢાંકી દે તથા ગામના લોકોને પણ સ્વચ્છતાનું મહત્ત્વ સમજાવીને સફાઈયજ્ઞ કર્યો. રોગમુક્ત થતા વિરમગામના લોકોએ એમને વધાવ્યા ત્યારે એમણે કહ્યું કે, “હું આ સન્માનને પાત્ર નથી, ખરો યશ તો ગાંધીજી જેવા સંતપુરુષને આપવો જોઈએ કારણ કે જાહેર સેવાના પાઠ મને એમની પાસેથી મળ્યા છે.” આમ તેમણે પોતાની નમ્રતાનો પરિચય પણ આપ્યો.
(૧૦૦)
ઉપવાસની અસર:
પૂ. બાપુ ઉપવાસને સત્યાગ્રહનું અમોઘ સાધન માનતા. હિંસાના અવેજમાં એ અસરકારક ઈલાજ છે તેમજ તેના અનેકવિધ ઉપયોગ છે. પૂ. સંતબાલજી પર ઉપવાસની પણ ઊંડી અસર પડી હતી. તેથી જો કોઈ ચોરી જેવો ગુનો કરતા તો એને પોતે ઉપવાસ પર ઉતરીને ગુનો કબૂલ કરવા માટે વિવશ કરી દેતા. સર્વધર્મસમભાવઃ
પૂ. બાપુ હરિજનબંધુમાં લખતા કે, “એક જ ઈશ્વરને માનવાની વાત બધાયે ધર્મનો પાયો છે. પણ આખી દુનિયામાં એક જ ધર્મ પળાતો હોય એવો જમાનો હું કલ્પી શકતો નથી. સિદ્ધાંત તરીકે ઈશ્વર એક જ છે. તેથી ધર્મ પણ એક જ હોય એ વાત ખરી. પણ વહેવારમાં ઈશ્વરને એક જ પ્રકારે ઓળખનારા બે માણસો પણ મારા જોવામાં આવ્યા નથી. તેથી સંભવ છે કે જુદી જુદી વૃત્તિ અને જુદી જુદી પ્રકૃતિ તેમજ ભિન્ન ભિન્ન આબોહવામાં સમાધાન આપી શકે એવા જુદા જુદા ધર્મોની હસ્તી હંમેશ રહેવાની. ત્યારે જરૂર એ વાતની છે કે જુદા જુદા ધર્મો પાળનારા પરસ્પર આદર રાખે ને સહિષ્ણુ થાય.' એમના આ દૃષ્ટિકોણે જ સર્વધર્મસમભાવ કેળવતા શિખવ્યો.
આ દૃષ્ટિકોણની અસર પ.પૂ. સંતબાલજી પર પણ પડી, જેને કારણે સર્વધર્મની પ્રાર્થનાઓનો સમાવેશ પોતાના આશ્રમમાં કર્યો. પોતે પણ સર્વધર્મની પ્રાર્થનાઓ રચી તેમજ સાત વારની સાત પ્રાર્થનાઓ પણ રચી. સોમવારે - રામ, મંગળવારે – મહાવીર, બુધવારે - બુદ્ધ, ગુરુવારે - કૃષ્ણ, શુક્રવારે – મહમ્મદ સાહેબ, શનિવાર - અશો જરથુષ્ટ્ર, રવિવારે – ઈશુની પ્રાર્થના.
(૧૦૮)