________________
જૈનદર્શન અને ગાંધી વિચારધારા
અપહરણ, પશુની ઉઠાંતરી, જુગાર, દારૂ પીવો વગેરે અનિષ્ટો તો ખરા જ. આ ઉપરાંત પાણીનો ભારે ત્રાસ. તળાવના પાણી ખૂટે એટલે નાના વીરડા ગાળી પાણી મેળવવું પડે. પોતપોતાના વીરડા પર ખાટલા ઢાળીને લોકોને સૂવું પડે. જો આ રીતે ચોકી ન કરે તો પાણીની પણ ચોરી થાય. આ બધા જ અનિષ્ટોનું નિરાકરણ શુદ્ધિપ્રયોગથી હલ કરવાનો નિર્ણય લીધો અને એના માટે ૧૧૨ જેટલા ગામોનું સંગઠન કર્યું તથા સમાજના પ્રશ્નો શુદ્ધિપ્રયોગ દ્વારા હલ કર્યા.
ભાલનળકાંઠા ઉપરાંત બીજા નાના નાના ગામડાઓના ખેડૂતોના પ્રશ્નો હલ કરતા હતા. ખેડૂતોને એમના માલિકી હક્કની જાણ ન હોય તો એના દસ્તાવેજો, અરજીપત્રક વગેરે પણ તૈયાર કરાવી દેતા. આવી જ એક પ્રેરણા મારા જ લાકડીઆ ગામના ગામવાસીઓની આપી હતી. જે શ્રી મોરારજી દેસાઈના સચિવના પત્રથી સાબિત થાય છે, જે નીચે મુજબ છે. બધાને ખ્યાલ આવે તે માટે પત્ર અક્ષરશઃ નીચે આલેખ્યો છે :
પ્રિય શ્રી શાહ,
202-PSF of 69
નાયબ વડાપ્રધાનશ્રીના
નિજી સચિવ, ભારત, ન્યુ દિલ્હી-૧.
તા. ૦૩-૦૧-૧૯૬૯
તમારો તા. ૨૭ મી ડિસેમ્બરનો પત્ર નાયબ વડાપ્રધાન શ્રી મોરારજી
દેસાઈને મળ્યો છે. લાકડીઆના ખેડૂતોના બુટા હક્ક વિશેના કામના કાગળો,
(૧૦૫)
જૈનદર્શન અને ગાંધી વિચારધારા
અરજીઓ, ઠરાવો વિગેરે અત્રે આ ૧ લીએ જ મળ્યા. તમારી અરજીઓની નકલો પણ મુનિશ્રી સંતબાલજીએ નાયબ વડાપ્રધાનશ્રીને મોકલી આપી છે. આ તમામ કાગળો યોગ્ય કરવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને મોકલી આપ્યા છે.
શ્રી ઘેલા ભારમલ શાહ
મુકામ પોસ્ટ લાકડીઆ,
તાલુકો ભચાઉ, જિલ્લો કચ્છ,
ગુજરાત રાજ્ય.
લિ. (સહી) હસમુખ શાહ
આ રીતે સંતબાલજી રસ લઈને ખેડૂતોને એમના બુટા હક (જમીનની
માલિકીના હક) સંબંધી પણ સરકાર સામે લડત આપી અરજી કરી આપતા
હતા.
આ ઉપરાંત બુટાહક માટે લડતા ગેલાભાઈ ભારમલ શાહને કોર્ટમાં આ કેસ જીતી જવા માટે વધાવતા પત્ર લખ્યો હતો. એની ઝાંખી રજૂ કરું છું. પ્રતિ, શ્રી ગેલાભાઈ ભારમલ શાહ,
“ઘણા માણસો વિઘ્ન ન આવે ત્યાં લગી જ પરગજુ રહી શકે છે. કેટલાક વળી થોડા વિઘ્નોથી થાકી અધવચ્ચે જ પરગજુવૃત્તિ છોડી દે છે. વીરલા જ ગમે તેવા વિઘ્નો આવે તોય પોતાની પરગજુવૃત્તિ અંત લગી છોડતા નથી અને ઘરનો ભોગ આપે છે. એટલે કુદરતી રીતે જ વિજય, યશ અને સર્વ કાંઈ
તેમને પોતાને માટે તો મળે છે પણ આખાય સમાજને પણ તેનો લાભ પહોંચે
(૧૦૬)